નડિયાદમાં રીક્ષા ચાલકના પુત્રએ ધો.૧૨ સાયન્સમાં બાજી મારી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં રીક્ષા ચાલક ના પુત્રએ વિઝન સ્કુલ માં ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૪૮ પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત ગુજકેટમાં પણ ૯૯.૯૦% પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યા છે.
નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં ફતેપુરા રોડ પર આવેલ શ્રી કૃષ્ણ સોસાયટીના મકાન નંબર ૨૦મા ૪૭ વર્ષિય નિતીનભાઇ મનુભાઈ રાવળ રહે છે. તેઓ પોતે નડિયાદ શહેરમાં રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના પત્ની જ્યોતીબેન હાઉસ વાઈફ છે. તેમને ૩ સંતાનો છે
જેમાં સૌથી મોટી દિકરી જાગૃતિ, દિકરો રોનક અને સૌથી નાનો પુત્ર ધ્રુવ (ઉ.વ.૧૭) છે. નિતીનભાઇના ત્રણેય સંતાનો અભ્યાસમાં ટેલેન્ટેડ છે. સૌથી નાનો પુત્ર ધ્રુવએ તાજેતરમાં લેવાયેલી ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાં મેદાન માર્યું છે
ધ્રુવે જણાવ્યું કે, આ સફળતા માટેનો જો કોઈ પ્રેરણાસ્ત્રોત હોય તો તે છે મારા માવતર, મારા પિતા રીક્ષા ચલાવી માંડ માંડ દિવસના બે છેડા ભેગા કરે છે હું નાનપણથી મારા માતા-પિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું. એટલે જ હું પહેલાથી જ અભ્યાસ પાછળ જ રચ્યો પચ્યો હતો. અગાઉ પણ મારે જીજીઝ્ર બોર્ડમાં ૯૯.૮૮ પર્સેન્ટાઇલ આવેલા છે.
આ સિદ્ધિ મારી એકલાની નથી. મારી શાળા નડિયાદ વિઝન સ્કૂલના શિક્ષકોનું સતત માર્ગદર્શન મને મળ્યું છે. મારે ટ્યુશન નહોતું મે ફક્ત શાળાના શિક્ષકોને ફ્લો કર્યા છે. હું આગળ બીટેક આઈ. ટી. કરવા ઈચ્છું છું