“આર્યમન જેવું પાત્ર પૂરવાર કરે છે કે, એક પુરુષ માટે પણ રસપ્રદ ભૂમિકા મળે છે”: કરણ વોહરા
ઝી ટીવી તેની અત્યાધુનિક કાલ્પનિક વાર્તા- મેં હું સાથે તેરે સાથે દર્શકોના દિલના તાર ઝણઝણાવવા તૈયાર છે. વાર્તામાં એક સિંગલ મધર જાનવી (ઉલ્કા ગુપ્તા)ની વાર્તા દર્શાવવા માટે, જે હાલમાં માતા-પિતા તરીકેની બેગણી જવાબદારી નિભાવી રહી છે. ગ્વાલિયરની પાશ્ચાદભૂ પર આધારીત જાનવીનું જીવન તેના દિકરા કિયાન (નિહાન જૈન)ની આસપાસ ફરે છે, તેના માટે તે પૂરી દુનિયા છે. Zee TV : “A role like Aryaman will prove that there can be interesting roles for men to play as well”, said Main Hoon Saath Tere’s Karan Vohra
કિઆનને તેના માટે એક પિતાની જરૂરિયાત નથી, પણ તેની માતાને એકલા હાથે બધું જ સંભાળતી જોઈને તેને એવું લાગે છે કે, તેની માતાના જીવનમાં એક પુરુષની કમી છે. વાર્તામાં વણાંક ત્યારે આવે છે, જ્યારે ધનાઢ્ય બિઝનેસમેન આર્યમાન જાનવીને મળે છે અને તેઓ બંને એક જ છત હેઠળ કામ કરે છે. આર્યમનને જાનવીમાં રસ છે, તેમની પ્રેમકથા નાનકડા કિઆનના હાથમાં છે. શું તે આ જોડીને માન્યતા આપશે…?
પ્ર. સેટ પર એક બાળકની સાથે શૂટિંગ કરવું કેવું રહ્યું?
જ. જ્યારે કેટલાક લોકોને એક બાળકની સાથે શૂટિંગ કરવું પડકારજનક લાગે છે, ત્યારે મને એ ખૂબ જ રિવોર્ડિંગ અને રિફ્રેશિંગ લાગ્યું. તેની જોરદાર ઉર્જા, અદ્દભુત સ્વભાવની સાથોસાથ, વર્તન સીનમાં સ્વયંસ્ફૂર્ણા દાખલ કરે છે જેનાથી સમગ્ર સિકવન્સ સુંદર બની જાય છે. એવું કહેવાય છે કે, બાળકની સાથે શૂટિંગ માટે સમગ્ર ક્રુએ શાંતિ અને ફ્લેક્સિબિલિટી રાખવી જરૂરી છે. નિહાન એ ખૂબ જ મહેનતુ તથા ઝડપથી શિખતો છોકરો છે,
અને અમારી સાથે સારી રીતે ભળી ગયો છે. હું હંમેશા શૂટિંગની વચ્ચે તેની સાથે સમય વિતાવું છું, જેના લીધે અમારી કેમિસ્ટ્રીને અમે સ્ક્રીન પર સુંદરતાથી ઉતારી શકીએ. મારે પણ ગત વર્ષે બે જોડિયા બાળકો આવ્યા છે, તો હું આશા રાખું છું કે, નિહાનની સાથે સમય વિતાવવાથી મને એવું લાગે છે કે, મારા બાળકો જ્યારે આ ઊંમરે પહોંચશે ત્યારે તેમના માટે યોગ્ય પિતા બનવા માટેની તૈયારી છે.
પ્ર. તમારા પાત્ર વિશે અમને કંઈક જણાવશો અને આર્યમનનું પાત્ર કરવા તમે કઈ રીતે તૈયાર થયા?
જ. આર્યમન એ એક ધનાઢ્ય બિઝનેસમેન અને એક જાણિતો હોટેલિયર છે, જે બાળપણથી જ તેના પિતાના પ્રેમથી વંચિત છે. તેને પિતાના પ્રેમને ક્યારેય ન અનુભવ્યા છતા પણ, તે જાનવીના દિકરા કિઆનની સાથે સુંદરતાથી જોડાય ગયો છે. જો કે, તે જાનવીને પસંદ કરે છે અને ત્યારબાદ જે થશે તે દર્શકોને ખરેખર જકડી રાખશે.
મહિલા-કેન્દ્રિત તરીકે ઓળખાતા ક્ષેત્રમાં આર્યમન જેવી ભૂમિકા એ સાબિત કરશે કે, પુરુષો પણ સારી ભૂમિકા કરી શકે છે. હકિકત એ છે કે, તે જે મહિલાને પ્રેમ કરે છે, તેના દિકરાને ખુશ કરવાનો છે, તે અત્યંત રસપ્રદ છે, અને હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ નાજુક સંબંધ એ અમારી વાર્તાનો સ્તંભ છે અને આશા છે કે, અમે પ્રેક્ષકોના દિલમાં સ્થાન બનાવીશું.
પ્ર. કરણમાંથી આર્યમન બનવાનો તમારો પ્રવાસ કેવો રહ્યો? તમારા પાત્ર માટે તમે કેવી તૈયારી કરી?
જ. કરણમાંથી આર્યમન બનવું મારા માટે ખૂબ જ સરળ હતું. હવે હું વાસ્તવિક જીવનમાં પણ પિતા બની ગયો છું, તો કિઆન અને આર્યમનની વચ્ચે શોમાં જે સંબંધ છે, તેની સાથે હું સરળતાથી જોડાઈ શક્યો છું. શારીરિક રીતે દેખાવની વાત આવે તો, પણ મારે વધુ કોઈ તાયરીની જરૂર નથી પડી.
પણ શૂટિંગની શરૂઆત પહેલા મેં કેટલાક વર્કશોપ જરૂરથી કર્યા છે, જેથી હું આર્યમનનું પાત્ર સરળતાથી અને શક્ય એટલું શ્રેષ્ઠ કરી શકું. હું એટલું જરૂરથી કહીશ કે, વર્કશોપએ મને ફક્ત આર્યમનની રીતે જ નહીં પણ અલગ-અલગ હેતુથી મને પ્લોટ સમજાયો છે! અને મને લાગે છે કે, આ ભાગ મહત્વનો હિસ્સો ધરાવે છે.
પ્ર. શોના કલાકારો સાથે તમે શૂટિંગની શરૂ કર્યું છે, તેને થોડો જ સમય થયો છે, દરેકની સાથે ખાસ તો, ઉલ્કાની સાથે તમારા બંધનને વર્ણવો?
જ. ઉલ્કા અને બધાની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી અને અમે બધા ઓન અને ઓફ-સ્ક્રીન ખૂબ જ સારા સંબંધ ધરાવીએ છીએ. હું માનું છું કે, તે ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે અને મેં તેનું પહેલા પણ કામ જોયું છે અને તે જોરદાર હતું. તેનું સમર્પણ અને કળા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ખરેખર સુંદર અને પ્રેરણાદાયી છે. હું એટલું જરૂરથી ઉમેરીશ કે, અમારી વચ્ચે ખૂબ જ સારો સહયોગ અને સમજણ સેતુ વિકસી ગયો છે, જે અમારા પાત્ર આર્યમન અને જાનવીની વચ્ચે પણ જોવા મળી રહ્યો ચે. તેને લીધે તેની સાથે કામ કરવાની મજા આવે છે અને હવે તો, અમારી વાર્તા પ્રત્યે બધાના પ્રતિભાવ જોવા માટે રાહ નથી જોઈ શકતો.