કેરળની હોસ્પિટલની બેદરકારી: આંગળીને બદલે જીભનું ઓપરેશન કરી નાખ્યું
છ આંગળીઓ ધરાવતી બાળકીની વધારાની આંગળી દૂર કરવાની હતી
(એજન્સી)કોઝીકોડ, કેરળની કોઝીકોડ મેડીકલ કોલેજ હોસ્પિટલમાં બેદરકારીની વધુ એક ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચાર વર્ષની બાળકી ગંભીર તબીબી બેદરકારીનો શિકાર બની હતી.
બાળકનીના પરીવારજનોના જણાવ્યા અનુસાર તેના એક હાથમાં છ આંગળીઓ હતી. પરીવારના સભ્યો તેની વધારાની આંગળી કઢાવા માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોકટરએ તેની જીભનું ઓપરેશન કરી નાખ્યું હતું.
મીડીયા રીપોર્ટસ અનુસાર છોકરીના એક સંબંધીએ જણાવ્યું હતું કે અમને કહેવામાં આવ્યું હતું કે છોકરીની છમાંથી વધારાની એક આંગળી નાની સર્જરી દ્વારા દૂર કરી દેવાશે. આ વાતને લઈને અમે સૌ સંમત હતા. દવાખાનામાં થોડા સમય પછી જયારે છોકરીને પાછી લાવવામાં આવી તો તેને જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા. છોકરીનું મો પર પાટાપીડી કરેલી હતી.
અમને ખબર જ ના પડી કે શું થઈ ગયું છે. જયારે અમે તેના હાથ તરફ જોયું તો જણાયું કે છઠ્ઠી આંગળી તો હજુ જેમની તેમ જ હતી. બાળકીના વાલીએ જણાવ્યું કે જયારે અમે આ બાબતે નર્સને જાણ કરી તો તે સાંભળીને હસવા લાગી.
તેણે કહયું કે અમને કહેવામાં આવ્યું હતું કે, તેની જીભમાં પણ સમસ્યા હતી. જે અમે તેને ઠીક કરી દીધી છે. જયારે ડોકટર આવ્યા તો તેમણે આ ભૂલ બદલ માફી માંગી અને કહયું કે છઠ્ઠી આંગળી પછીથી દૂર કરી દેવાશે.
આ આશ્વાસન પછી તેઓ બાળકીને ઘરે લઈ ગયા હતા આ સમાચાર સામે આવ્યા બાદ સંબંધિત અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે. જયારે આ હોસ્પિટલ પહેલાથી જ ચર્ચામાં છે.
હકીકતમાં ૩૦ વર્ષની મહીલા હર્ષિના લાંબા સમયથી તેની ફરીયાદને લઈને વિરોધ કરી રહી છે. હર્ષિનાની સી-એકશન સર્જરી દરમ્યાન ડોકટરો તેના પેટમાં કાતર ભુલી ગયા હતા અને આ હકીકત ફરીયાદમાં સાચી નીકળી હતી.