ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં ગરમીથી લોકો ત્રાહિમામ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.સૂર્યદેવ આગ ઓકતા હોય તેમ ૪૦ થી ૪૩ ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે.
ગરમ લું વાળા પવન નાં કારણે લોકોને લું લાગવાના બનાવો વધી રહ્યા છે સવારના ૧૧ વાગ્યા બાદ લોકો ગરમીમાં ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ત્યારે આ વર્ષે ગરમીમાં લોકો વધુ બીમાર પડી રહ્યા છે.ગરમીના પ્રકોપને કારણે ગોધરા શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.એક દિવસમાં ૬૦૦ થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઇ રહી છે.
ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં ગરમીના પ્રકોપ ને કારણે લોકો બીમાર પડી રહ્યા છે.તાવ,ઝાડા,ઊલટી, કમળા સહિતના દર્દીઓ ની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
ત્યારે દર્દીઓ ની વધતી જતી સંખ્યા ને લઈ હાલ ગોધરા સિવિલ હોસ્પિટલ નાં સતાધિશો અને સ્ટાફ સજ્જ ની સાથે સતર્ક બનવા પામ્યું છે.ત્યારે હજી પણ જો ગરમીનો પારો ઉંચે જાય અને ગરમી વધશે તો લોકો બીમાર પડશે અને દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.