અમદાવાદમાં પાંચ દિવસ ગરમીનું ‘રેડ એલર્ટ’
એક દિવસમાં ૩૦૦થી વધુ લોકાને ગરમીને અસર
શહેરમાં ભીષણ ગરમીએ ભારે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલી ૪૪.૯ ડિગ્રી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયા હતા. દિવસભર ગરમ લૂ ફૂંકાતી હોઈ આખો દિવસ લોકોને ઘરમાં પૂરાઈ રહેવા માટે વિવશ થવું પડયું હતુ. ગઈકાલની ભીષણ ગરમીએ ૩૦૦થી વધુ નાગરિકોને હીટ સ્ટ્રોકનો ભોગ બનાવ્યા હતા જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હીટ એકશન પ્લાનના નોડલ ઓફિસર અને દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગના વડા ડૉ.તેજસ શાહ કહે છે કે ગઈકાલે શહેરમાં હીટ સ્ટ્રોકના સૌથી વધુ ૩૦ર કિસ્સા નોંધાયા હતા જેમાં પેટના દુઃખાવાના ૮૪ કિસ્સા, લૂ લાગ્યાના પર કિસ્સા અને મૂર્છિત થવાના ૬૦ કિસ્સા તંત્રના ચોપડે ચડયા હતા. આ અગાઉ ચાલુ મે મહિનાના એકથી અઢાર મે સુધીમાં હીટ સ્ટ્રોકન કુલ ૪૪૦૮ કિસ્સા નોંધાઈ ચૂકયા છે. More than 300 people affected by heat in one day
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ૪પ ડિગ્રી ગરમી પડશે તેવી આગાહી કરાઈ છે એટલે આજે ગરમીને લગતું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાય તેવી શક્યતા છે.
તાપમાન ૪પ ડીગ્રી કે તેથી વધુ રહેવાની શક્યતા ઃ વધુ પ્રવાહી લેવા તેમજ કામ વગર બહાર ન નીકળવા મ્યુનિ. કોર્પો.ની સુચના
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનોના કારણે ગરમીનો પારો સતત વધી રહયો છે. અમદાવાદ શહેરમાં પણ તેની તીવ્ર અસર જોવા મળી રહી છે.
શહેરમાં છેલ્લા બે દિવસથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેમજ આગામી બે દિવસ માટે યલો એલર્ટની શક્યતા હતી પરંતુ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેનો સીધો મતલબ એ છે કે ર૧ થી રપ મે દરમિયાન શહેરનું તાપમાન ૪પ ડીગ્રી કે તેનાથી વધુ રહેશે. સતત વધતી ગરમીના કારણે ગરમીને લગતા રોગ વધી રહયા છે. જોકે સદનસીબે હિટ સ્ટ્રોકના કોઈ મોટા બનાવ બન્યા નથી. ૧ એપ્રિલથી૧૯ મે સુધી ૧૦૮ ઈમરજન્સી સેવાને ૧૧ હજાર કરતા વધુ હિટ રીલેટેડ દર્દીના ઈમરજન્સી કોલ મળ્યા છે.
અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો ૪પ ડીગ્રીથી ઉપર રહેશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને કામ વિના બહાર ન નીકળવા માટે ખાસ સુચના આપવામાં આવી છે આ ઉપરાંત લૂ ને લગતા કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક ડોકટરની સારવાર લેવા પણ સુચના આપવામાં આવી છે.
શહેરમાં ૧૮ એપ્રિલથી ૧૯ મે દરમિયાન મ્યુનિ. હોસ્પિટલોમાં ગરમીને લગતા પ૩૮ કેસ નોંધાયા છે. જયારે ૧૦૮ ઈમરજન્સી સેવામાં ગરમીને લગતા કેસનો આંકડો ૧૧ હજારને પાર કરી ગયો છે. એપ્રિલ મહિનામાં ૧૦૮ ઈમરજન્સી સેવાને ગરમીને લગતા ૬પ૦પ કોલ મળ્યા હતાં જયારે મે મહિનામાં ૪૭૧૦ કોલ મળ્યા છે જેમાં પેટના દુખાવાના ૧૮૩૮, પેટના દુખાવા સાથે ઝાડા-ઉલ્ટીના ૧રર૬, હિટ સ્ટ્રોકનો ૧, હાઈફીવરના પ૭૭, અને માથાના દુખાવાના ૧રર તેમજ અન્ય મુશ્કેલીના ૯૪૭ કેસનો સમાવેશ થાય છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને ગરમીથી રક્ષણ મળે તે માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહયા છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રાખવા માટે સુચના આપવામાં આવી છે. દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર રીક્ષા પ્રચારથી જનજાગૃતિ કરવામાં આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી ૩ લાખથી વધુ લોકોને વોટસઅપ મેસેજ મારફતે એલર્ટ મેસેજ મોકલવામાં આવ્યા છે.
સફાઈ કામદારોની બપોરની કામગીરીનો સમય ૩ વાગ્યાથી બદલી ૪.૩૦ વાગ્યાનો કરવામાં આવ્યો છે. શહેરમાં જ્યાં કન્સ્ટ્રકશન સ્ક્રીમો ચાલી રહી છે ત્યાં બિલ્ડરોને ૧ર થી ૪ કામગીરી ન કરવા સુચના આપવામાં આવી છે. તમામ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનને પાણી અને છાશની વ્યવસ્થા કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
મ્યુનિ. યુસીડી વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરી રોડ સાઈડ રહેતા લોકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહયા છે. ર૦૧૬ના વર્ષમાં ર૦મી મે એ મહત્તમ તાપમાન ૪૮ ડીગ્રી નોંધાયુ હતું.