Western Times News

Gujarati News

શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસ એલર્ટ પર

અમદાવાદ: નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે એવા જ પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય. જ્યારે કે, ૨૦થી વધુ ડીજે સાઉન્ડ સિસ્ટમ માટે પરમિશન આપવામાં આવી છે.

તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને ૫૦૦ જેટલા ટ્રાફિક જવાનોને ૩૧ ડિસેમ્બર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રોડ પર તૈનાત રાખવામાં આવશે. નવા વર્ષની ઉજવણી માટે હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્તની વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. શહેર પોલીસે આ વર્ષે મોટી જનમેદની એકઠી થનારા વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો એલર્ટ રહેશે.

ખાસ કરીને એસજી હાઈવે, કાંકરિયા ખાતે અને સીજી રોડ ખાતે પણ ગોઠવી ની ટીમ દ્વારા પણ ચેકીંગ કરાશે. તો બીજી તરફ રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન હંકારતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આયોજકોને પણ સુરક્ષાને લઈને સૂચના આપવામાં આવી છે. જેમા ફાયર સેફ્‌ટી અને સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ વધુ એકઠા થતાં રોડ રસ્તા પર વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેવું ટ્રાફિક (વેસ્ટ)ના ડીસીપી અજીત રાજ્યાણે જણાવ્યું.

નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂખાનું ફોડવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. જેને લઈ લોકોમાં નાસભાગ આગ લાગવાના અને દાઝવાના બનાવવાની પણ શક્યતા રહેલી હોય છે. આવા બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ પણ હોક સ્ક્વોડ દ્વારા કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.