મારી ટેલેન્ટ જોવાના બદલે અફવાઓ પર વધુ ધ્યાન અપાય છેઃ નોરા ફતેહી
મુંબઈ, નોરા ફતેહીએ બોલિવૂડની ડાન્સિંગ ક્વિનની ઈમેજને એક ડગલું આગળ વધારતા લીડ એક્ટ્રેસ માટે સશક્ત દાવેદારી કરી છે. પોતાની આ સફળતા ટેલેન્ટને આભારી હોવાનું નોરા માને છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કેમ્પ્સ આવડત પર ધ્યાન આપવાના બદલે વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવે છે. જેના કારણે પોતાની કરિયર અને ઈમેજ બંનેને નુકસાન થતું હોવાનું નોરાએ જણાવ્યું છે.
નોરાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પાયાવિહોણી વાતોને વધારે વેગ મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના ટ્રોલિંગ સંદર્ભે જાડી ચામડીની થઈ ગઈ છું, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં અંદરના લોકો જ અફવા ફેલાવતા હોવાથી નિરાશ થઈ જવાય છે. ઈન્ડસ્ટ્રીના લોકો પોતાના કેમ્પ્સમાં મારા માટે અફવા ફેલાવે છે અને તેમાં સહેજ પણ સત્યતા નથી.
તેઓ મારા માટે ચોક્કસ પ્રકારની ધારણાઓ ઊભી કરી છે. તેઓ આવું શા માટે કરે છે તે સમજાતું નથી. નોરાએ ભારતમાં સ્થાયી થયા બાદ આપબળે આગવી ઓળખ ઊભી કરી છે અને અફવાઓને ધ્યાનમાં લીધા વગર આગળ વધવાની આદત વિકસાવી છે.
આમ છતાં કેટલી નિશ્ચિત બાબતોને સફળતા સાથે સાંકળીને અફવા ફેલાવવામાં આવે તો ક્યારેક હતાશ થઈ જવાય છે. આ પ્રકારના લોકો મેરિટ અને સ્કિલ જેવી બાબતોને ધ્યાનાં લેતા નથી. મારા કામની વાત કરવાના બદલે કેટલાક નિશ્ચિત પાસાઓ સાથે વ્યક્તિત્વને સાંકળીને વાતો ફેલાવવામાં આવે છે.
નિશ્ચિત પાસાઓ કયા છે તે અંગે નોરાએ કોઈ ખુલાસો કર્યાે ન હતો, પરંતુ તેણે અગાઉ જણાવ્યું હતું કે, ધિક્કાર ફેલાવનારા અને સર્જનાત્મક ટીકા કરનારા લોકોને તે સારી રીતે ઓળખે છે. ઈર્ષા કરનારા અને હેરાન કરનારા લોકોનો અવાજ રોકવો જ જોઈએ.
નોરાની તાજેતરમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે. કુણાલ કેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ અને વિદ્યુત જામવાલ સાથે ‘ક્રેક’માં નોરાનો લીડ રોલ હતો. આ બંને ફિલ્મો બોક્સઓફિસ પર ખાસ ચાલી નથી, પરંતુ લીડ એક્ટ્રેસ તરીકે નોરાની ઓળખ ઊભી કરવામાં આ ફિલ્મો મદદરૂપ રહી છે. ફિલ્મો ઉપરાંત નોરાએ તાજેતરમાં વોર્નર મ્યૂઝિક સાથે પણ એક ડીલ કરી છે.SS1MS