Western Times News

Gujarati News

ગાંધીનગરમાં સરકારી મકાનો જર્જરિત થવાં છતાં કર્મચારી ખાલી કરવા તૈયાર નથી

કર્મચારીઓને અવારનવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ કર્મચારીઓ તેને ખાલી કરતાં નથી

(એજન્સી)ગાંધીનગર, રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પાંચ હજાર જેટલા જર્જરિત મકાનો છતાં પણ કર્મચારીઓ તેને ખાલી કરવા તૈયાર નથી. આ આવાસો એટલી ભયજનક સ્થિતિમાં છે કે તે ગમે ત્યારે ઢબી પડે તેમ છે. તેને જાણે કે એક જ ધક્કાની જરૂર છે. આ જર્જરિત મકાનોમાંથી નીકળવા માટે કર્મચારીઓને અવારનવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ કર્મચારીઓ તેને ખાલી કરતાં નથી. Government buildings in Gandhinagar are dilapidated but employees are not ready to vacate them

આના પગલે હવે તમામ ભયજનક આવાસોની વીજળી, પાણી અને ગટરની સુવિધા કાપી નાખવાનો આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના લીધે આ મકાનોમાં રહેનારાઓને તાત્કાલિક મકાન ખાલી કરવાની ફરજ પડશે. ગાંધીનગરના યોજના વિભાગના જણાવ્યા મુજબ આ મકાનો પાંચ દાયકા જૂના હોવાથી જર્જરિત બની ચૂક્યા છે.

લગભગ પાંચ હજારથી પણ વધારે મકાનો ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. હવે આવા મકાનો તોડીને ટાવર પ્રકારના મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મકાનોને જૂના કર્મચારીઓના પરિવારજનો છોડી જવા માંગતા ન હોવાથી સ્થિતિ વધુ બગડી છે અને તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં સેક્ટર ૨૮ અને સેક્ટર ૨૯માં જૂના મકાન તોડીને નવા મકાન બનાવવા મંજૂરી મળી ગઈ છે. તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવાનું છે. પણ અનેક સરકારી મકાનો હજી પણ ખાલી થયા નથી. અન્ય સેક્ટરોમાં આ પ્રકારની સ્થિતિ છે. આખો બ્લોક ખાલી હોય, પરંતુ એક પરિવાર રહેતો હોય તો તેને તોડી શકાતો નથી. આવી સ્થિતિ બીજા સેક્ટરોમાં પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.