શું તમે કમ્પનને લીધે તકલીફ અનુભવો છો?
દર વર્ષે ૧૦૦૦ માણસોમાંથી બે જણાને આ રોગ થાય છે. ૫૦ વર્ષથી નીચેની વયના લોકોમાં આ રોગ ભાગ્યે જ જણાય છે. આ રોગનો વાતવિકારની શ્રેણીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલેકે વાયુના પ્રકોપ સાથે સંકળાયેલ છે. આ રોગમાં સ્પ્તધાતુઓ ધીમે ધીમે ઓછી થાય છે. આરામ નહીં કરવાથી એટલે કે અતિ પરિશ્રમ કરવાથી પણ કમ્પ થાય છે. કમ્પના લક્ષણો ખૂબજ ધીમે ધીમે શરૂ થઇ ૮ થી ૧૨ વર્ષ પછી ગંભીરરૂપ ધારણ કરે છે.
આ રોગથી પીડીત દર્દી શર્ટનું બટન બંધા કરી શકતા નથી. તેઓના અક્ષરો નાના હોય છે. દર્દીને સહી કરતી વખતે હાથ કાંપે છે. અક્ષરો એકસરખા રહેતા નથી. રાઇર્ટસ ક્રેમ્પ જોવા મળે છે. જેથી લખવામાં કમ્પને લીધે દર્દી તકલીફ અનુભવે છે ચલગુણની વૃધ્ધિ થવાથી શરીરના હાથ,પગ,માથું, ડોકમાં કંપ ધ્રુજારી જોવા મળે છે. જે દર્દીના કાબુમાં રહેતું નથી. હાથ તેની જાતે ધ્રુજ્યા કરે છે.
મોઢા ઉપરના સ્નાયુ અક્કડ થઇ જાય છે.દર્દી આંખો પટપટાવી શક્તો નથી. સ્થિર આંખે જુવે છે.ચહેરો ભાવવીહીન જડ જેવો હોય છે. ચાલવામાં મુશ્કેલી અનુભવે છે. ચામડીમાં કરચલીઓ જણાય છે. યાદશક્તિ, સ્મરણશક્તિ તથા નિર્ણયશક્તિ ઓછી થાય છે. ઇંદ્રિયોની શક્તિ ઓછી થઇ જાય છે. બહેરાશ જણાય છે.
ક્યારેક બી.પી.,ચક્કર,વાના લક્ષણો જણાય છે. જેમ્સ પાર્કિન્સન્શ નામના વૈજ્ઞાનિકે આ રોગનો ઊંડો અભ્યાસ કરેલ એટલે આ રોગનું નામ પાર્કિન્સન ડીસીઝ પડ્યું. દર્દી જ્યારે ખૂબજ ગુસ્સામાં હોય અથવા આનંદનો પ્રસંગ હોય ત્યારે આ રોગના લક્ષણો ખૂબજ વધી જાય છે. દર્દીનો અવાજ ક્યારેક અસ્પષ્ટ જણાય છે. આરોગથી પીડીત દર્દી જ્યારે કોઇ વસ્તુ પકડે ત્યારે વધુ કંપન અનુભવે છે.
દા.ત.,ચાનો કપ મોં પાસે લઇ જાયતો ચા ઢોળાઇ જાય છે.દર્દી ચાના કપને બરાબર પકડી શકતો નથી.દર્દી સોફામાં બેઠો હોય અથવા પથારીમાં સૂતો હોયતો જલ્દી ઉભો થઇ શક્તો નથી.આ રોગ સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધુ જોવા મળે છે.માનસિક તણાવ ચિંતા ટેનશનને લીધે પા કમ્પવાત વધી જાય છે.
કારણોઃ વૃધ્ધાવસ્થામાં આ રોગ વધુ થવાનું કારણ એટરોમા છે. આ રોગના કારણોમાં મગજમાં આવેલ મજ્જાતંતુના કેંદ્ર ગેંગલીયાની કાર્યશિલતા ઓછી થઇ જાય છે.. જેમાં ધમનીની દિવાલમાં મેદ જમા થવાથી મગજને લોહી પહોંચી શકતુંનથી,સીરોટોનીન જેવા મૂડ વધારનારતત્વ ઘટતા ડીપ્રેશન આવે છે ડોપામીન જેવું તત્વ મગજમાં બને છે. એલડોપા થી શરીરના બાહ્ય ભાગનું સંચાલન થાય છે.
૫૦ વર્ષ બાદ મગજના કોષોમાં ફેરેફાર થવાથી આવા તત્વો ઘટે છે. જેથી કંપવાત થાય છે.
સારવારઃ આ રોગની જરૂરી સારવારમાં દર્દીને હીંમત આપી શારીરીક કસરત અને સામાજીક સંબંધો વધુ વિકસાવવા જોઇએ. જેથી દર્દીનું મન કાર્યરત રહે આ રોગ વાયુ,પ્રકોપ સાથે સંકળાયેલ હોવાથી દરરોજ વ્યાયામ, કસરત, યોગ, ધ્યાન કરવાથી રોગને અટકાવી શકાય આ રોગમાં દર્દીને માનસિક તણાવ ચિંતા ટેન્શન ડીપ્રેશન હોય તો તે ઓછું કરવા અને માનસિક શાંતિ મેળવવા શંખાવલી, બાહ્મી, જટામાંશી, શતાવરી, અક્કલગરો, ગોરખમૂંડી, અશ્વગંધા જેવા ઔષધોનું સેવન કરી શકાય.
આવા ઔષધો યાદશક્તિ વધારે છે. ઊંઘ લાવવામાં મદદરૂપ છે .એક દર્દીની હીસ્ટ્રી ટૂંકમાં જણાવુંતો તેમણે ખૂબજ ગરીબાઇમાં નાનપણ વીતાવ્યું. તેઓએ ખૂબજ મહેનત પરિશ્રમથી પોતાનો ધંધો કપડાનો આજે જમાવ્યો છે. ધંધાના ટેન્શન અને અતિ પરીશ્રમને લીધે તેઓઆ રોગનો ભોગ બન્યા. અત્યારે તેમનાથી આ રોગને લીધે ચેકબુકમાં એક સરખી સહી થઇ શકતી નથી.
મોટર ચલાવતી વખતે સ્ટેંયરીંગ પકડેલ હાથ ઉપર અથવા સીગરેટ પકડેલ હાથ ઉપર કંપન સ્પષ્ટ પણે જોઇ શકાતું. તેજ પ્રમાણે પાણી પીતી વખતે ગ્લાસ પકડેલ હાથ ઉપર કંપન જોઇ શકાતું. પાશ્ર્ચાત્ય દવાઓ લેવા છતા આ રોગ વધતો હતો તે અટકી ગયો.જે દવાઓ અહીં જણાવું છું.
બૃહતા વાતચિંતામણી બે બે ગોળી સવાર સાંજ દૂધ સાથે. મકરધ્વજ ષોડશગુણ ૧૬ વખત ભઠ્ઠી આપી તૈયાર કરવામાં આવે છે.એક ચોખાભાર જેટલો પાવડર રોજ કુંવરપાઠાના રસમાં લેવો. કૌચામાંથી એલડોપા જેવા તત્વોમળે છે. અશ્વગંધા ચૂર્ણ ૧૦ ગ્રામ, કૌચા ચૂર્ણ ૧૦ ગ્રામ, એક કપ દૂધમાં મેળવી તેમાં તેટલું જ પાણી મેળવવું.
પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું ત્યારબાદ ગાળીને સવાર સાંજ લેવું .કડુ ભર્જીત ચૂર્ણ સવારે ૪ વાગે માખણ અથવા શીરા સાથે માસ્યાદિ ક્વાથ આયુર્વેદીક વેધે મુજબ સિધ્ધ કરી સવારે લેવી. સુવર્ણ ભૂપતિરસ (ઝેરકુચલા યુક્ત) મહારાષ્ટ્રનીઆ પ્રસિધ્ધ ઔષધ છે. આ ઔષધ વિવિધ પ્રકારનાં કંપ, આંખોનો વાતવિકાર ઉપર વપરાય છે.
જે રાસ્નાદી કવાથ સાથે લેવી. અન્ય ઔષધોમાં મહાયોગરાજગુગળ, એકાંગવીર રસ,ચતુર્ભુજરસ, રસરાજરસ, લક્ષ્મીનારાયણરસ, કંપવાતારીરસ, વચા ચૂર્ણનો ઉપયોગ કરી દર્દીની સ્થિતિ મુજબ કરવો જોઇએ. જો દર્દી ઉપરોક્ત ઔષધોનો ઉપયોગ ધીરજથી ખંત પૂર્વક કરેતો રોગ આગળ વધવાની ક્રિયા અટકાવી શકાય છે અને રોગ ઉપર કાબૂ પણ કરી શકાય છે. ફિઝિયોથેરાપીસ્ટની મદદ લઇ શકાય.
પરેજીમાં વધુ ખટાશ મરચું બંધ કરવું તમાકુ દારૂ ન લેવો અતિશ્રમ ઉજાગરા શોક ક્રોધ અને અતિચિંતનથી બચવું વાયુ ઉતપન્ન કરનારા પદાર્થો ન લેવાં.વધુ પડતુ તળેલું ન ખાવું.