Western Times News

Gujarati News

AMCનું કરોડોના ખર્ચે તૈયાર થયેલું સિંધુભવન-પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ બંધ હાલતમાં

છેલ્લા દસ વર્ષમાં કાંકરિયા રૂ. ૨૩ કરોડ, નવરંગપુરા રૂ.૫૯ કરોડ,  પ્રહલાદનગર ૯૩ કરોડ,  સિંધુભવન ૯૭ કરોડ તેમજ રીવરફ્રન્ટ ખાતે ૫૮ કરોડ મળી કુલ રૂ. ૩૩૦.૩૬ કરોડના ખર્ચે 7 જેટલા મલ્ટીસ્ટોરીડ પાર્કિંગ બનાવ્યા છે બીજા બે પાર્કિગનું કામ ચાલુ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પા‹કગની સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ તંત્ર દ્વારા રિઝર્વ પ્લોટ અને ઓનરોડ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવામાં આવ્યા છે

પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવેલ સિંધુભવન અને પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ હજી બંધ હાલતમાં જ જોવા મળી રહયા છે. AMC’s Sindhubhavan-Prahladnagar multilevel parking, built at a cost of crores, remains closed

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ અંગે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વાહન ર્પાકિંગની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે નગરજનોને પુરતી ર્પાકિંગ ફેસીલીટી નહી મળતી હોવાને કારણે લોકો આડેધડ જ્યાં જગ્યા મળે ત્યાં પોતાના વાહનો પાર્ક કરે જેથી ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવવા પામેલ જેના ઉકેલ માટે સત્તાધારી ભાજપ દ્વારા મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ બનાવવાનો અખતરો કરેલ

જેના પરિણામે છેલ્લા દસ વર્ષમાં કાંકરિયા ખાતે રૂ. ૨૩ કરોડ તથા નવરંગપુરા ખાતે રૂ.૫૯ કરોડ પ્રહલાદનગર ખાતે ૯૩ કરોડ સિંધુભવન ખાતે ૯૭ કરોડ તેમજ રીવરફ્રન્ટ ખાતે ૫૮કરોડ મળી કુલ રૂ. ૩૩૦.૩૬ કરોડના ખર્ચે ૭ જેટલા મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ બનાવેલ તેમજ હાલ ચાંદલોડીયા ખાતે ૩૭.૬૪ કરોડ દાણાપીઠ ખાતે ૮૨.૦૦ કરોડ નવા મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ બનાવવાનું કામ ચાલુ છે

તેમાં હાલ નવા બનાવેલ સિંધુભવન અને પ્રહલાદનગર ખાતે બનાવેલ મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ ધુળ ખાય છે અને બિલકુલ બંધ હાલતમાં છે મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગનો નહીવત ઉપયોગને કારણે મ્યુનિ.કોર્પો.દ્વારા બનાવેલ તમામ મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ શોભાના ગાંઠિયા સમાન બની રહેવા પામેલ છે

જેથી પ્રજાના પૈસાનો વ્યય થાય છે. હાલ શહેરના ૭ મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગમાં ૨૦૮૮ જેટલા ટુ વ્હીલર અને ૧૮૨૪ જેટલા ફોર વ્હીલર મળી કુલ ૩૯૧૨ જેટલા વાહનો માટેની કેપેસીટી છે

મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગમાં વાહનો પાર્ક કરવામાં સમયનો વિલંબ થવાથી લોકો તેનો નહીવત ઉપયોગ કરે છે. હાલ,સિંધુભવન અને પ્રહલાદનગર જેવા પ્રાઈમ એરિયામાં મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ બનાવવાનું કામ ચાલુ છે જે પ્લોટોની બજારકિમંત કરોડો રૂ.માં થવા પામે છે તે સ્થળની આસપાસના વિવિધ કોર્મશિયલ કે રહેઠાણના બિલ્ડીંગના પ્લાન જ્યારે મંજુર કરવામાં આવ્યા

ત્યારે ર્પાકિંગ માટેની ની જગ્યાની પુરતી જોગવાઈ કરેલ હોય તો જ પ્લાન મંજુર થાય તેવો સ્પષ્ટ નિયમ હોવા છતાં મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ બનાવવા કેમ પડે છે? તે બાબતે ખાસ ચકાસણી કરવી જોઈએ અને નવા મલ્ટીસ્ટોરીડ ર્પાકિંગ ઉભા કરવાનું બંધ કરી દેવું જોઇએ અને આ બાબતે જરૂરિયાત મુજબનો પુરતો અભ્યાસ કર્યા બાદ કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છેતેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.