17 વર્ષના પુત્રના લગ્ન કરાવનાર પિતા સામે ફરિયાદ
ભાવનગર, ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાનાં કુંભારીયા ગામમાં ત્રણ મહીના પહેલા થયેલાં બાળ લગ્ન બાબતે જીલ્લા સમાજજ સુરક્ષા અધિકારીએ સગીર પુત્રના લગ્ન કરાવનારા પિતા સામે ફરીયાદ નોધાવતા પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ નોધાયેલી ફરીયાદમાં આરોપી તરીકે સગીર વરરાજાના પિતાનું નામ જણાવ્યું છે.
આ બનાવમાં ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તા.૧૦ ફેબ્રુઆરીના રોજ સમાજ સુરક્ષા કચેરીને બાતમી મળી હતી. કે તા.૧ર ફેબ્રુઆરીના રોજજ કુંભારીયા ગામમાં બાળલગ્ન થવાના છે. એટલે જીલ્લા સમાજ સુરક્ષા કચેરીએ તળાજ પોલીસને બનાવની જાણ કરી બાળ લગ્ન અટકાવવા માટે જણાવ્યું હતું કે તળાજા પોલીસે તા.૧૦ ના રોજ સ્થળ પર જઈ તપાસ કરતાં જે લગ્ન થ વાના હતા તેમાં વરરાજાની ઉંમર ૧૭ વર્ષ ૭ માસ હોવાનું જણાયું હતું.
લગ્ન માટે પુરુષ માટે જે ર૧ વર્ષની ઉંમર જરૂરી છે. તેનાથી ઓછી હોય અને યુવતીની ઉંમર ર૩ વર્ષ હોય પોલીસે યુવકના પિતાનું નિવેદન લેતાંતેણે ખાતરી આપી હતી. કે તેમના પુત્રની ઉંમર ર૧ વર્ષ થશે. ત્યારે બાદ જ લગ્ન કરશે. જો કે, ત્યાર બાદ સમાજ સુરક્ષા અધિકારીરને જાણ થઈ હતી. કે ખાતરી આપવા છતાં સગીર યુવકના લગ્ન તા.૧રના રોજ કરવામાં આવ્યા છે.
એટલે સ્થળ પર તપાસ કરતા યુવતીના બોનોફાઈડ સર્ટીફીકેટ જોતાં તેની ઉંમર ર૩ વર્ષ હતી. દરમ્યાનમાં તપાસના અંતે સગીર યુવકના પીતા મળીને આવતાં તેમણે રૂ.૧૦૦ ના સ્ટેમ્પ પેપર તેના પુત્રની ઉંમર સગીર હોવાનું અને તેના લગ્ન કરવામાં આવ્યા હોવાનું લખાણ કરી આપ્યું હતું.
સગીર યુવકના લગ્ન કરાવવામાં પિતાની મુખ્ય ભુમીકા હોય અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીને બાળ લગ્ન પ્રતીબંધીક ધારા હેઠળ યુવકના પિતા સામે ફરીયાદ નોધાવી હતી.