વડોદરામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવના ભાગરૂપે બાઈક રેલી યોજાઈ
સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય ભક્તિસ્વામીએ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું.
ભરૂચ: વડોદરા ખાતે ૨ થી ૫ જાન્યુઆરીએ યોજનારા આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવના ભાગરૂપે આમોદમાં યોગી દિવાઈન સોસાયટીના સભ્યો દ્વારા લક્ષ્મીનારાયણ મંદિરથી બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય ભક્તિસ્વામીએ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.સાથે આમોદ શહેર ભાજપના પ્રમુખ મહેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.બાઈક રેલીમાં આમોદ તેમજ આજુબાજુના ગામડાના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આમોદ નગર મુખ્ય વિસ્તારોમાં ફરીને નાહીયેર અનોર,તણછા,કેરવાડા,રોઝાટંકારીયા,તેગવા, નિણમ, ઘમનાદ, આસનેરા, બોડાકા, સરભાણ, ચકલાદ,વલીપોર, દેણવા જેવા ગામડામાં પણ ફરી હતી અને બાઈક રેલી દ્વારા યોગી દિવાઇન સોસાયટીના સભ્યો દ્વારા લોકોને આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સમાં પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.