પોશ વિસ્તાર સેટેલાઈટમાં દહેજનાં બે કિસ્સા બન્યા
દસ લાખનું દહેજ માંગી જબરદસ્તી ગર્ભપાત કરાવતાં મહીલાએ સેટેલાઈટમાં ફરીયાદ કરી :
|
અમદાવાદ : શહેરનાં પોશ વિસ્તારમાં ગણાતા સેટેલાઈટ એરીયામા બે મહિલાઓએ સાસરીયા વિરુદ્ધ દહેજની ફરિયાદ નોધાવી છે પ્રથમ ફરીયાદ લગ્ન કરીને મહારાષ્ટ્ર ખાતે ગયેલી મહીલાએ જ્યારે બીજી ફરીયાદ શહેરમાં જ રહેતી મહીલા એ કરી છે.
રીપાબેન ભીષ્મભાઈ ગગલાણી રામદેવનગર સેટેલાઈટ ખાતે રહે છે તેમના લગ્ન ગયા વર્ષે મહારાષ્ટ્ર અમરાવતીના વેપારી પરીવારનાં પુત્ર ભીષ્મભાઈ ગગલાણી સાથે થયા હતા લગ્ન થોડો સમય સરખી રીતે રાખ્યા બાદ સાસરીયાઓ તેને નાની નાની વાતે પરેશાન કરતા હતા ઉપરાંત પતિ પણ દરરોજ દારૂ પીને રીપાબેન સાથે મારઝુડ કરતો હોવાનો તેમણે આક્ષેપ મુક્યો છે ઉપરાંત સાસુ સસરા દહેજ પેટે વારવાર દસ લાખ રૂપિયા માગણી કરતા હતા.
જ્યારે પતિ હેવાનિયતની હદ પરા કરી રીમાબેનને મારઝુડ દરમિયાન દિવાલ સાથે પછાડતાં તેમણે વારવાર હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી તેમન છતા લગ્ન ટકાવવા રીપાબેન વધુ સહન કરતા હતા દરમિયાન સાસુ સસરા ફરવા માટે યુરોપ ગયા હતા અને રીપાબેન પોતે ગર્ભવતી હોવાની જાણ થઈ હતી.
પરતુ પતિએ તથા સાસુ સસરાએ દબાણ કરીને ગર્ભ પડાવી નાખ્યો હતો બાદમા ફરીથી તેમને શારીરીક માનસિક ત્રાસ આપાવનુ શરૂ કર્યુ હતુ અને કેટલાક દિવસો અગાઉ તેમને અમદાવાદ ખાતે તેમના પિતાના ઘરે મોકલી દીધા હતા જેથી રીમાબેન પતિ ભીષ્મ ઉપરાત સાસુ સસરા બે નણંદ સહીતના સાસરીયાઓ વિરુદ્ધ દહેજ તથા મારઝુડની ફરીયાદ નોધાવીછે.
જ્યારે અન્ય ફરીયાદ પણ સેટેલાઈટમાં રામદેવનગર પાર્થ એપાર્ટમેન્ટ રહેતા સ્નેહાબેને નોંધાવી છે લગ્ન કર્યા બાદ સાસરે ગયેલા સ્નેહાબેને પતિ સાગરભાઈ ઉપરાંત સાસુ સસરા થોડા સમય બાદ શારીરીક માનસિક ત્રાસ આપતા હતા ઉપરાંત દહેજ માટે મોટી રકમ લાવવા દબાણ કરતા હતા ઉપરાંત મારઝુડ કરતા તેમને ઘણી વખત ઘરની બહાર ફુટપાથ રહેવાની ફરજ પડી હતી દરમિયાન થોડા દિવસો અગાઉ તેમને ઘરમાંથી કાઢી મુકવામા આવાત તેમણએ પતિ સાગર પંડ્યા સહીત સાસરીયા સાથે મહીલા પોલીસમા ફરીયાદ કરી છે.