બનાસના બેન ગેનીબેને ભાજપનું હેટ્રિકનું સપનું તોડ્યું
ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતુ ખોલ્યું. કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ૨૦ હજારથી વધુની મત સાથે જીત મેળવી લીધી છે.
બનાસકાંઠાની જીત બાદ ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, બનાસકાંઠાની મતદારો, જનતાનો આભાર માનું છું, જનતાએ અમને જે આર્શીવાદ આપ્યા છે, બનાસકાંઠાના વોટર્સે પોતાનુ કામ પૂરુ કર્યું.
હવે પરિણામ બાદ વિધિવત રીતે ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ, પરંતુ જે જીત અપાવી તેને માટે જનતાનો આભાર. સમગ્ર ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, તેમાં બનાસકાંઠાનો પણ સહભાગી બનશે, તેથી તમારા સૌનો આભાર.
બનાસકાંઠાની જનતાનો આભાર. બનાસની જનતાએ જે મામેરું મેં માંગ્યુ હતું, તે મામેરુઁ ભર્યું તે બદલ જનતાનો આભાર. અહીંની જનતાએ મને વોટ અને નોટ આપ્યા છે, તેથી હું જીવું અને જાગું ત્યા સુધી બનાસકાંઠાના મતદારોનો ઋણ ઉતારી શકું તેમ નથી. પ્રયત્ન કરીશ કે આ ઋણ ઉતારી શકું.