ભુમાફિયાનું કારસ્તાનઃ કોઠારીયામાં સરકારી જમીનના 40 પ્લોટ વેચી અને બાંધકામ કર્યુ
ભુમાફીયાના કારસ્તાનમાં નિર્દોષ ફસાયાઃ પ૦ લોકોને નોટીસ
રાજકોટ, રાજકોટના કોઠારીયામાં સરકારી જમીનના પરના ૪૦ જેટલા પ્લોટ ભુમાફીયાઓએ બારોબાર વેચી નાંખ્યા હતા અને પ્લોટ ખરીદનારાઓએ તેના પર બાંધકામો તોડવાની તજવીજ શરૂ થતાં દેકારો મચી ગયો છે. પ્લોટ ખરીદનારા નિદોર્ષ લોકો ફસાયા છે.
રાજકોટનું કોઠારીયા ગામ વિસ્તાર સરકારી જમીનો પર દબાણ અંગે કુખ્યાત બની ગયું છે. તાલુકા મામલતદારો સરકારી ખરાબો સર્વે નં.૩પર ની જમીન ઉપર કાચા-પાકા મકાનો બાંધી લેનાર ૮૯ લોકોમાંથી ૩૦ ને નોટીસો આપી ર૦ મી સુધી દબકાણ હટાવી દેવાની મુદત આપી હતી. આ દબાણ ના હટાવાતા તાલુકા મામલતદાર દ્વારા ડીમોલીશનની તૈયારીઓ કરશાઈ છે. આ નોટીસો સામે બે દિવસ પહેલા દબાણ કરનારાઓનું ટોળું કલેકટર પાસે દોડી આવ્યું હતું. હજુ આ નોટીસ અંગે કાર્યવાહી થઈ નથી.
દરમ્યાન તાલુકા મામલતદારે વિસ્તૃત સર્વે બાદ કોઠારીયા સર્વે નં.૩પર ની અંદાજે ૩૦ કરોડની કિંમતની ૮ હજાર ચો.મી.જમીન પર દબાણ કરનારા પ૦ જેટલા આસામીઓનો તા.ર જુલાઈ સુધીમાં દબાણ ખાલી કરવશા અથવા તો બુલડોઝર ફેરવી દેવાની ચેતવણી આપતા સન્નાટો સર્જાઈ ગયો છે. તાલુકા મામલતદારની તપાસમાં કુલ પ૦ દબાણો ખુલ્યા છે.
જેમાંથી ૪થીપ પતરાના કારખાના ઉભા થઈ ગયાનું તો ૩પ થી૪૦ જેટલા રેસીડેન્ય એટલે કે મકાનો બની ગયાનું અને ૪થીપ વર્ષ પહેલા આ સરકારી ખરાબાની ર એઅકર જમીનના પ્લોટો પાડી ભુમાફીયાઓએ વેચી નાખ્યાનો પણ ધડાકો થયો છે. તંત્રે નોટીસો ફટકારાતા આ દબાણ કરનાર લોકોમાંથી રપથી૩૦ લેડીઝ જેન્ટસનું ટોળું જુની કલેકટર કચેરીએ દોડી આવ્યું હતું. આ ૩પથી૪૦ પ્લોટ વેચાઈ ગયાનું બહાર આવતા તંત્ર પણ ચોકી ઉઠયું છે.