Western Times News

Gujarati News

રાજ્યમાં ચોમાસાની શરૂઆત : રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

સુરત જિલ્લાના પલસાણા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ નોધાયો

રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.     

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ આજે તા.૧ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતા  ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૧૭૧ મિ.મી એટલે કે  ૬.૮ ઇંચઓલપાડ તાલુકા ૧૪૪ મિવમી એટલે કે ૫.૭૬ ઇંચકામરેજ તાલુકામાં ૧૪૩ મિ.મી એટલે કે ૫.૭૨સુરત સિટીમાં ૧૩૮ મિ.મી એટલે કે ૫.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ૧૫૦ મિ.મી એટલે કે ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના વાપી તાલુકામાં ૧૨૯ મિ.મી એટલે કે ૫.૧૬ ઇંચકપરાડા તાલુકામાં ૧૧૩ મિ.મી એટલે કે ૪.૫૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં ૧૦૯ મિ.મી એટલે કે ૪.૩૬ ઇંચજૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં ૧૦૬ મિ.મી એટલે કે ૪.૨૪ ઇંચજૂનાગઢ સિટીમાં ૧૦૬ મિમી એટલે કે ૪.૨૪ ઇંચવિસાવદર તાલુકામાં ૧૦૩ મિમી એટલે કે ૪.૧૨ ઇંચ વરસાદ નોધાયો હતો.

આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામનવસારીગણદેવીચિખલી તેમજ મોરબીરાણાવાવવાલોદકુકાવાવ વાડિયામાં અંદાજિત ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડાધોરાજીઅમદાવાદ સીટીકેશોદવાગરાડોલવનધનસુરાભુજસાણંદસોનગઢગઢડાકડીખંભાળીયાકલ્યાણપુરમાંડલઇડરમાંડવી (કચ્છ)ગાંધીનગરઅને વાંસદા તાલુકામાં અંદાજિત ૨ ઇંચ વરસાદ થયો છે .

આ ઉપરાંત ગુજરાતના ૪૮ તાલુકાઓમાં અંદાજિત ૧ ઇંચ થી વધારે જયારે અન્ય ૩૯ તાલુકાઓમાં અડધો  ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.