આર. એસ. દલાલ હાઈસ્કૂલના નવસર્જન સામે વિરોધનો જુવાળ
ભરૂચ: જુના ભરૂચ માં ટાવર પાસે આવેલ ૧૭૦ વર્ષ જૂની ઐતિહાસિક આર.એસ.દલાલ સ્કૂલ નું સ્થળાંતર કરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવનિર્માણ કરવા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભૂમિપૂજન કરે તે પહેલા જ તેની સામે વિરોધ નો જુવાળ ઉભો થયો છે.રામતપ્રેમીઓ,ફટાકડા ના વેપારીઓ સહિત ના ભરૂચ ના લોકો એ વિરોધ માં રેલી કાઢી કલેકટર ને આવેદનપત્ર આપી આર.એસ.દલાલ સ્કુલ ના નવનિર્માણ સાથે વિરોધ ઉઠાવી હોસ્ટેલ ગ્રાઉન્ડ ને યથાવત સ્થિતિ માં રાખવાની માંગ ઉઠાવી છે.
ભરૂચ માં શહેર ની બરાબર મધ્ય માં ૧૨ એકર આસપાસ નું હોસ્ટેલ ગ્રાઉન્ડ આવેલું છે.શહેર માં આ એક માત્ર મેદાન એવું છે કે જ્યાં ભરૂચ ના બાળકો અમે યુવાનો ક્રિકેટ સહિત ની રમતો રમે છે.સરકાર ના ખેલ મહાકુંભ ની ઘણી રમતો આ મેદાન માં જ રમાય રહી છે.સરકાર ના મોટા કાર્યક્રમો અને ખાદી મેળાઓ આ મેદાન માં થાય છે.દિવાળી દરમ્યાન સલામતી ને ધ્યાનમાં રાખી ફટાકડાના સ્ટોલ પણ અહીં થાય છે.
ટુ અને ફોર વહીલર શીખવા માટે માત્ર પુરુષો જ નહીં યુવતીઓ અને મહિલાઓ પણ આ મેદાનનો ઉપયોગ કરે છે.જાહેર ધાર્મિક કથાઓ,સમૂહ લગ્ન જેવા પ્રસંગો કરવા માટે આ મેદાન નો ઉપયોગ કરવામાં આવે છે.આવા અનેક ઉપયોગ માં આવતા આ મેદાન માં એકભાગ માં જુના ભરૂચ ના ટાવર પાસે આવેલ અને ખાડે ગયેલી આર.એસ.દલાલ સ્કુલ ને સ્થળાંતરીત કરી નવનિર્માણ કરવાના અહેવાલ બહાર આવતા જ શહેર માં ચર્ચાની એરણે ચડી છે.