Western Times News

Gujarati News

રાજયમાં પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની દરખાસ્ત

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્ધારકા અને બોટાદ તેમજ મોરબી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા આ અંગેની જાહેરાત આજે કરવામાં આવી હતી. પ્રત્યેક મેડિકલ કોલેજ દીઠ ૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલનું  અપગ્રેડેસન કરવામાં આવશે. પાંચ કોલેજા માટે કેન્દ્ર સરકારના ૯૭૫ કરોડ અને રાજ્ય સરકારના ૬૫૦ કરોડ મળીને ૧૬૨૫ કરોડનો ખર્ચ કરાશે. પાંચ કોલેજા માટે રાજ્ય સરકાર વિનામુલ્યે જમીન આપશે. પ્રત્યેક કોલેજમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ મળશે.

આ પાંચ કોલેજામાં ૫૦૦ નવી મેડિકલ બેઠકો ઉપલબ્ધ રહેશે. નાયબ મુખ્યમંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડીકલ કોલેજાની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મુકી છે. જેનો લાભ લઈ ગુજરાત સરકારે એમબીબીએસની બેઠકો વધારવા માટે નવી કોલેજાના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજામાં કોલેજ દીઠ ૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકાર ૬૦ ટકા લેખે ૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે ૧૩૦ કરોડ મળી કુલ ૫ કોલેજા ૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.