હાટકેશ્વર સર્કલ પાસે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરો લોખંડની વજનદાર દાનપેટી ઉઠાવી પલાયન : ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બની ગયા છે રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતા તસ્કરો હવે પવિત્ર યાત્રાધામમાં પણ ચોરી કરવા લાગતા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરના હાટકેશ્વર સર્કલ પાસે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદીરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડની વજનદાર દાનપેટી ઉઠાવીને પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ ચેક કરતા તેમાં તસ્કરો કેદ થઈ ગયા છે જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓની ગેંગ બેફામ બની ગઈ છે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવી ટોળકીઓ ત્રાટકતી હોય છે શહેરમાં રોજેરોજ ઘરફોડ ચોરીની વધતી જતી ઘટનાઓથી નાગરિકોમાં અસલામતીની લાગણી જાવા મળી રહી છે.
તસ્કરોના આંતકથી પોલીસતંત્ર પણ સતર્ક બનેલું છે તેમ છતાં રોજ તસ્કરો પોલીસતંત્રને પડકાર ફેંકી રહયા છે આ પરિÂસ્થતિમાં આજે સવારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં સર્કલ પર જ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદીરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડતા હોય છે આ મંદિરના કારણે સમગ્ર સર્કલ પર ભારે ચહલપહલ જાવા મળતી હોય છે આ મંદિરમાં અન્ય ભગવાન અને માતાજીના મંદિરો પણ આવેલા હોવાથી શહેરભરમાંથી શ્રધ્ધાળુઓ પૂજા અર્ચના કરવા માટે અહીયા આવતા હોય છે મંદિરના પૂજારી પણ સંકુલની નજીક જ રહે છે આજે સવારે તેઓ મંદિરમાં પહોંચ્યા ત્યારે મંદિરની અંદરનો સામાન વેર વિખેર જાવા મળતો હતો
જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક અન્ય લોકોને બોલાવ્યા હતાં મંદિરની અંદરનું દ્રશ્ય જાતા સ્પષ્ટપણે લાગતું હતું કે રાત્રિ દરમિયાન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હોવા જાઈએ. જેના પરિણામે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી બીજીબાજુ મંદિરમાંથી ચોરી થયાની વાત પ્રસરતા જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને તેઓમાં ભારે રોષ જાવા મળતો હતો. હાટકેશ્વર સર્કલ પર ર૪ કલાક ટ્રાફિક જાવા મળતો હોય છે તેમ છતાં સુપ્રસિદ્ધ મંદિરમાં તસ્કરો ત્રાટકતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે.
પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા બાદ તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગત જાણવા મળી હતી ખોડિયાર માતાના મંદિરમાં સાંઈ ભગવાનનું પણ મંદિર આવેલું છે અને તેની પાસે મોટી વજનદાર લોખંડની દાનપેટી મુકવામાં આવેલી છે. પરંતુ તપાસ કરતા તસ્કર આ આખી વજનદાર લોખંડની દાન પેટી ઉઠાવી ગયા છે મંદિરમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે.
જેના પરિણામે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક સીસીટીવી કેમેરા ચેક કરતા સાંઈ ભગવાનની પાસે લગાવવામાં આવેલો સીસીટીવી કેમેરો ચેક કરવામાં આવ્યો હતો આ કેમેરો ચેક કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં કેમેરામાં તસ્કર આખી લોખંડની દાન પેટી ઉઠાવીને જતો જાવા મળી રહયો છે. સીસીટીવી કુટેજમાં એક તસ્કર જાવા મળી રહયો છે અને તે ચોર પગલે મંદિરમાં પ્રવેશી દાન પેટી ઉઠાવીને જઈ રહયો છે આ સીસીટીવી કુટેજ પોલીસ અધિકારીઓએ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.