Western Times News

Gujarati News

ઓઢવમાં કન્સ્ટ્રકશન સાઈટ પર પાંચમા માળેથી પટકાતા શ્રમિકનું મોત

પ્રતિકાત્મક

લાકડાની પ્લેટો આપવા જતાં અચાનક જ શ્રમિક નીચે પટકાયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં અનેક કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે અને આ સાઈટો પર સેંકડો શ્રમિકો કામ કરી રહયા છે આ સાઈટો પર મોટાભાગના પરપ્રાંતિય તથા ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો કામ કરતા હોય છે છેલ્લા ઘણા સમયથી આવી સાઈટો પર અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં બની રહેલી નવા આવાસ યોજનામાં પાંચમા માળેથી પટકાતા એક યુવકનું મોત નીપજતાં શ્રમિકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરનો વ્યાપ સતત વધી રહયો છે અને છેવાડાના વિસ્તારોમાં અનેક કન્સ્ટ્રકશન સાઈટો ચાલી રહી છે સરકારના નિયમ મુજબ કન્સ્ટ્રકશન સાઈટો પર દુર્ઘટના ટાળવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલાક બિલ્ડરો આ નિયમોનું પાલન કરતા નથી જેના પરિણામે અકસ્માતો સર્જાતા હોય છે જયારે કેટલીક સાઈટો પર શ્રમિકો જાતે જાખમી રીતે કામ કરતા જાવા મળી રહયા છે. આ  પરિસ્થિતિમાં  શહેરના ઓઢવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. ઓઢવ જીવનજયોત સોસાયટીની બાજુમાં જુના ઈન્દિરા  નગર ખાતે નવા આવાસ યોજનાનું કામ પુરજાશમાં ચાલી રહયું છે આ સ્થળ પર બહુમાળી બિલ્ડીંગો બનાવવામાં આવી રહી છે.

યોજનાના બ્લોકના પાંચમા માળે ગેલેરી પાસે ઉભા રહી શ્રમિકો જાખમી રીતે કામ કરતા હોય છે. આ સાઈટ પર ત્યાંજ રહીને કામ કરતા બબલુ પાસવાન નામનો ર૧ વર્ષનો યુવાન ગઈકાલે ૮.૩૦ વાગ્યાની આસપાસ પાંચમા માળેથી ઉભા રહી છઠ્ઠા માળે લાકડાની પ્લેટ અન્ય શ્રમિકને આપતો હતો આ દરમિયાનમાં અચાનક જ તે પાંચમા માળેથી નીચે જમીન પર પટકાયો હતો જેના પરિણામે આખા શરીરે તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

શ્રમિક પાંચમા માળેથી પટકાતા અન્ય કામદારો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જેના પરિણામે ગંભીર હાલતમાં બબુલને સીવીલ હોસ્પિટલ  લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેની હાલત વધુને વધુ નાજુક બનતા આખરે બપોરના સમયે તેનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું ઓઢવ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.