Western Times News

Gujarati News

મોદી અને શાહ માટે વાંધાજનક ટિપ્પણી કરનાર તમિલ લેખકની ધરપકડ

ચેન્નાઇ, તમિલનાડુ પોલિસે તમિલ લેખક નેલ્લઇન કન્નનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે વાંધાજનક ટિપ્પણી કરવા પર ધરપકડ કરી લીધી છે. કન્નનને પેરાંબુરથી પકડવામાં આવ્યા. વાસ્તવમાં રવિવારે તિરુનેલવેલીમાં નાગરિકતા સુધારા કાયદા સામે એક સભાનુ આયોજન થયુ. ત્યારબાદ કન્નનો કથિત ભાષણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. કન્નન પર બે સમાજો વચ્ચે હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવા સહિત ઘણા આરોપ ઘડવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી આૅફ ઈન્ડિયાએ આયોજિત કરાવ્યો હતો. કન્નને કથિત રીતે એ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યુ કે મુસલમાન હજુ સુધી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સામે કાર્યવાહી કેમ નથી કરી રહ્યા.આ સભામાં કન્નને અમિત શાહ પર આરોપ લગાવીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીને પોતાના નિયંત્રણમાં રાખે છે. તમિલ લેખકના વિવાદિત નિવેદન વિશે ભાજપના રાષ્ટ્રીય સચિવ એચ રાજાએ તમિલનાડુ પોલિસને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ કે મે તમિલનાડુ પોલિસ કમિશ્નરને વાટ્‌સએપ પર આૅનલાઈન ફરિયાદ કરી છે. હું તમિલનાડુ સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાનો અનુરોધ કરુ છુ.

પોલિસે તમિલ લેખક સામે કલમ ૫૦૪, ૫૦૫ અને ૫૦૫(૨) હેઠળ કેસ નોંધ્યો છે. પોલિસે કન્નનની ધરપકડ કરવા ત્યારે પહોંચી જ્યારે તેમને જણાવવામાં આવ્યુ કે કન્નને છાતીમાં દુઃખાવો છે. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ કેસમાં ભાજપ નેતા એચ રાજાએ તમિલમાં ટિ્‌વટ કરીને કહ્યુ કે તે કન્નની ધરપકડની માંગ માટે પાર્ટીના અન્ય નેતાઓ સાથે એક જાન્યુઆરીએ ચેન્નઈના મરીના બીચ પર ધરણા પર બેસશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.