ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં મેઘ મહેર થઈ
અમદાવાદ, સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં ૯ ઈંચ, ધરમપુરમાં ૭.૨૮ ઈંચ, વલસાડમાં ૭ ઈંચ, ડાંગમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે સોમવારે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ૈં્ૈં બંધ રહીહતી.
છ ઓગસ્ટે રાજ્યમાં સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જેમાં છઠ્ઠી ઓગસ્ટે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સાતમી અને આઠમી ઓગસ્ટે દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાહ દ્વારા કરવામાં આવી છે.SS1MS