Western Times News

Gujarati News

ચીને અનેક દેશોની ડિઝાઈનની ચોરી કરી યુદ્ધ વિમાનો વિકસાવ્યાં

Mig Fighter India

પ્રતિકાત્મક

(એજન્સી)બેઈજીગ, સામાન્ય રીતે યુદ્ધવિમાનો ફાઈટર જેટ ને વિકસીત કરવામાં દાયકાઓ લાગી જાય છે. પરંતુ ચીનના વિમાન ઉધોગે ઝડપથી પ્રગતી કરી છે. ચીનમાં પાંચમી પેઢી ફીફસ જનરેશનના સ્ટીલ્થ વિમાન બનાવવામાં આવી રહયા છે. ઝડપથી પ્રગતી કરી રહેલો ચીનના વિમાન ઉધોગની પાછળનું અસલી કારણ ડીઝાઈનોની ચોરી છે. તેણે અનેક દેશોના ડિઝાઈન ચોરી લીધા છે.

ચીનની પીપલ્સ લીબરેશન આર્મી પીએલએ ના મોટાભાગના વિમાનો બીજા દેશોની વિમાનની ડીઝાઈનની ચોરી કરીને તૈયાર કરવામાં આવ્યા છે. ટેકનોલોજીની ચોરી કરવાથી રીસર્ચ અને સ્ટડી કરવાનો ચીનનો સમય ખર્ચ બચી જાય છે. આવા આઠ યુદ્ધજહાજો તેણે અન્ય દેશોની ડીઝાઈન કરીને બનાવ્યા છે.

એફ-૭યેગદુ જે-૭ ઃ આ યુદ્ધ વિમાન બનાવવા ચીને રશિયાના મિગ-ર૧ની નકલ કરી છે. રશિયા પાસેથી મિગ-ર૧ની ડીઝાઈન હાંસલ કર્યા પછી ચીને સ્થાનિક ઉત્પાદન માટે વિમાનની રિવર્સ એન્જીનીયરીંગ શરૂ કરી છે. ચીને આઅને એફ-૭ નામ આપ્યું છે.

જે-૮ ચીને ૧૯૬૪માં પોતાના ઓટોમેટીક ઓલ-વેધર ઈન્ટરસેપ્ટર વિકસીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અમેરીકાના લોકહીડ-ર જાસુસી વિમાન સહિત નવા ઉચાઈ પર ઉડનાર વિમાનોનો મુકાબલો કરવા માટે પ્રથમ ચીનની ડીઝાઈન અને વિકસીત કરાયેલું જેટ ફાઈટર બન્યું હતું.

યેગદુ-જે-૧૦ ઃ ૧૯૮૦ના દાયકામાં અમેરીકાએ એફ–૧૬ પર આધારીત નવા ફાઈટર જેટ વિકસીત કરવા ઈઝરાયેલ સાથે ભાગીદારી કરી, પરંતુ ખર્ચ વધવાને લીધે અમેરીકા હટી ગયું અને પછી ઈઝરાયેલે અધુરા રહેલા લાવી વિમાન વિકસીત કરવાના પ્રોજેકટની ટેકનોલોજીની મદદથી જે-૧૦ ફાઈટર જેટ વિકસીત કર્યું હતું.
જે-૧૧/૧૬ ઃ રશિયાના સુખોઈ સુ-ર૭ એર સુપીરીયરીટી ફાઈટરની ડીઝાઈન પરથી ચીને જે-૧૧/૧૬ ફાઈટર જેટ વિકસીત કર્યું છે.

જે-૧પ ઃ જે-૧પને ફલાઈટ શાર્ક ના નામથી ઓળખવામાં આવે છે. ચીને ર૦૦૧માં સુ-૩૩ ના અધુરા પ્રોટોટાઈપ ટી-૧૦ કે-૩ને યુકેન પાસેથી ખરીધા હતા. આના આધારે ચીને જે૧પ ફાઈટર જેટ બનાવવાના પ્રોજેકટ પર કામ શરૂ કર્યું હતું.

જેએફ-૧૭ થંડર ઃ ઈઝરાયેલના લાવી પ્રોગ્રામના માધ્યમથી એફ-૧૬ ની ડીઝાઈન મેળવ્યા પછી ચીને બે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જેએફ-૧૭ થંડર યુદ્ધવિમાન વિકસીત કર્યું છે.

યેગદુ-જેર૦ ઃ ચીનના નાગરીક સુબીને અમેરીકાના એફ-રર યુદ્ધવિરામની ડીઝાઈન ચોરી લીધી હતી. એ માટે શું બીનને સજા થઈ હતી. પરંતુ એફ-રર અને એફ-રપની ચોરી કરેલી ડીઝાઈનનો ઉપયોગ કરીને ચીને ચેગદુ જે-ર૦ ફાઈટર જેટ વિકસીત કર્યું છે. જે અમેરીકાના એફ-રર અને એફ-૩પ પછી જે-ર૦ વિશ્વનું તૃતીય ક્રમનું અને ચીનીનું પ્રથમ ફિફળ જનરેશનનું સ્ટીલ્થ યુદ્ધવિમાન છે.

જે-૩૧જે-૩પ ઃ શેનયાંગ એફસી-૩૧ એઅક ડબલ એન્જીનવાળા મધ્યમ આકારનું ચીનનું ફીફથ જનરેશનનું યુદ્ધવિમાન ફાઈટરજેટ છે. જે-૩૧ જે-૩પ -આ ફાઈટર જેટલ અમેરીકાના એક-૩પની ડીઝાઈનની નકલ કરીને વિકસીત કરાયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.