સોનાના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
નવીદિલ્હી, જાન્યુઆરીની શરૂઆતથી જ સોનાના ભાવ ઉંચકાઇ રહ્યા છે. ગત ચાર દિવસોમાં સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે એમસીએકસ પર સોનું રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયું છે.એમસીએકસ પર પ્રતિ ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાની કિંમત ૩૯,૯૨૦ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. અત્યાર સુધી ૧૦ ગ્રામ સોનાની કિંમત આટલી વધી નથી. જાણકારોનું કહેવું છે કે ડોલરના મુકાબલે રૂપિયો તૂટવાથી સોનાની કિંમતોમાં ઉછાળો રહેશે. ખાડી દેશોમાંન તણાવ વધવાથી કિંમતોમાં ઉછાળો તેનું બીજું મુખ્ય કારણ છે.
૨૦૨૦ના પહેલાં દિવસથી જ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે સોનામાં ૬૦૦ રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર ન્યૂયોર્કમાં સોનું ૧,૫૪૦ ડોલર પ્રતિ ઔં સની ઉપર રહ્યો છે. આ જ પ્રકારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૪૭,૭૫૦ રૂપિયા થઇ ગયો છે. સ્ઝ્રઠ પર એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૭૦૦ રૂપિયા વધી ગયો છે. આ પહેલાં એક જાન્યુઆરીના રોજ ચાંદી ૫૯૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘુ થઇ હતી. ગુરૂવારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૨૧ રૂપિયા વધ્યો. એક્સિસ સિક્યોરિટીના અનુસાર આગામી દિવસોમાં સોનું અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી શકે છે.