Western Times News

Gujarati News

રાજ્યના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હી, હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે. રાજ્યભરમાં આજે પણ સાંબેલાધાર વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

૨૬ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે , તો એક જિલ્લામાં ઓરેન્જ, અને છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળમાં સર્જાયેલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.કચ્છ-સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે.

તમામ જિલ્લામાં શ્રીકાર વરસાદની આગાહીને પગલે ૨૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગનું અનુમાન છે.

વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં પણ ૧ દિવસથી રાત દિવસ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા .. કેટલાક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. તો કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બ્લોક થઇ ગયા છે. અને રોડ જળમગ્ન થતાં વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

અમદાવાદમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના ૨૦૬ પૈકી ૬૦ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો કચ્છ-સૌરાષ્ટ્રના ૪૫ જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે. દક્ષિણ ગુજરાતના નવ અને મધ્ય ગુજરાતના છ જળાશયો છલોછલ છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના ૧૦૩ જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વો‹નગ પર છે, જેમાંથી ૯૦ ટકાથી વધુ ભરાયેલા ૭૨ જળાશયો હાઈએલર્ટ પર છે. , ૮૦થી ૯૦ ટકા ભરાયેલા ૨૨ જળાશયો એલર્ટ પર છે. તો ૭૦થી ૮૦ ટકા ભરાયેલા નવ જળાશયો વો‹નગ પર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.