અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ૧૦મો ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો ૨૦૨૦ યોજાશે
રાજયકક્ષાના કેમિકલ,ફર્ટીલાઈઝર્સ અને શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ૯મી જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરાશે.
ભરૂચ: અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ૧૦મો એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પો ૨૦૨૦ તા.૯,૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી એમ ત્રણ દિવસ માટે ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ,જીઆઈડીસી, અંકલેશ્વર ખાતે યોજાશે.૧,૨૦,૦૦૦ સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનની અંદર નાના-મોટા થઈને ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે.આ એકઝીબીશન સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
આ એકઝીબીશનનું ઉદ્ઘાટન ભારત સરકારના રાજયકક્ષાના કેમિકલ, ફર્ટીલાઈઝર્સ અને શીપીંગ (સ્વતંત્ર હવાલો) મંત્રી મનસુખભાઈ માંડવીયાના વરદ્ હસ્તે તથા રાજય સરકારના માનનીય સહકાર,રમત-ગમત અને સાંસ્કૃતિક બાબતો તથા વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય ભરૂચની ઉપસ્થિતિમાં થશે. આ એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ,કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ,પોલીમર્સ,એગ્રીકલ્ચર પેસ્ટીસાઈડસ,ઓઈલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જનીયરીંગ,ટુલ્સ એન્ડ મશીનરી,પ્રોસેસ કન્ટ્રોલ ઈકવીપમેન્ટસ,પોલ્યુશન કન્ટ્રોલ ઈકવીપમેન્ટસ, ઈલેકટ્રીકલ્સ એન્ડ ઈલેકટ્રોનીકસ,ઓટોમેશન એન્ડ ઇન્ફમેશન, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર વિ. ઉદ્યોગોએ ભાગ લીધેલ છે.
આ એઆઈએ ઈન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી, વટવા,નંદેસરી,દહેજ,ઝઘડીયા,પાનોલી,નરોડા, ભાવનગર,ઓઢવના તેમજ આસપાસના રાજયો માંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે.આ એકઝીબીશનમાં ભાગ લેતા તમામ મુલાકાતીઓ માટે ડીજીટલ ઈન્ડીયા મિશનના ભાગરૂપે ઓન લાઈન વીઝીટર્સ રજીસ્ટ્રેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.જેમાં વીજીટર્સ www.aiaexpo.in પર જઈને નોંધણી કરાવવાની રહેશે. તદ્દઉપરાંત અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અને ડીઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે “Environment, Health & Safety – Bridging the skill Gaps” (એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફ્ટી – બ્રીજંગ ધ સ્કીલ ગેસ) વિષય ઉપર બે દિવસીય સેમિનાર તા.૯ અને ૧૦ જાન્યુઆરી-૨૦૨૦ દરમ્યાન ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ,જીઆઈડીસી,અંકલેશ્વર ખાતે કરવામાં આવેલ છે.જેમાં સુરક્ષા અને સલામતી સંલગ્ન વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયો ઉપર વકતવ્યનું આયોજન કરવામાં આવેલ છે, આ સેમિનારમાં ઉદ્યોગો માંથી અંદાજીત ૫૦૦ થી વધુ ડેલીગેટસ પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે એકસો પ્રોજેકટ ના ચેરમેન પ્રવિણ તરૈયા, જનરલ સેક્રેટરી રમેશ ગાબાણી સહિત ના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી પત્રકારો ને માહિતી આપી હતી