Western Times News

Gujarati News

પ્રાંતિજ નગરપાલિકાની મનમાનીઃ મેઈન બજાર વચ્ચે આવેલ રોડ રાતોરાત ખોદી પાડયો

 તહેવારો ટાળેજ પાલિકાના વિકાસના નામે લોરા  :   : બજારના વેપારીઓ સહિત બજાર વિસ્તારના રહીશોમા  નારાજગી : ખોદકામ કરતા વાહન ચાલકો સલવાયા  .: વેપારીઓ રજુઆતો કરવા જતા નગરસેવકોએ ગાળો ભાંડી
 પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ડ સમાન મેન બજાર ચોક વિસ્તારમાં વેપારીઓ તથા રહીશો ને જાણ ક્યાં વગર રાત્રો રાત્ર ખોદકામ કરતા વેપારીઓ રહિશો માં  નિરાસા તો વેપારીઓએ રજુઆત કરી તો નગરસેવકે  ગાળો ભાડી મુદો ટોપ એન ટાઉન બન્યો .

પ્રાંતિજ મેન બજાર વિસ્તાર માં અચાનક રાત્રો રાત્ર રોડ બનાવવાને લઇને ખોદકામ કરવામાં આવતા વેપારીઓ તથા બજાર વિસ્તાર માં રહેતાં રહીશો માં રોષ જોવા મલ્યો હતો અને બજાર ના રહીશો ને અવરજવર ને  લઇને મુશ્કેલીઓ ઉભી થઇ હતી તો પોતાના વાહનો પણ ધર બહાર કાઢવા મુશ્કેલીઓ ઉભી થઇ તો આ બાબતે કેટલાક વેપારીઓ રહિશો દ્વારા નગર સેવકો ને રજુઆતો કરતા રોડ તમારો નથી અને ગાળો બોલી હોવાનો મુદો હાલતો બજાર વિસ્તાર સહિત પ્રાંતિજ પંથક મા ટોપ એન્ડ ટાઉન બન્યો છે તો આ વિસ્તાર ના રહીશો તથા વેપારીઓનુ કહેવું છે કે જો અમને અગાઉ થી ધ્યાન દોડયુ હોત તો અમે અમારા વાહનો બહાર કાઢી લીધા હોત અને આજે અમારે ઈમરજન્સી માં જવુ હોયતો કયાંથી નીકળીએ

તો રોડ ના કામ ને લઇને આજ વિસ્તાર ના કોર્પોરેટર રાજેશભાઇ ટેકવાણી તથા ખુદ પાલિકા પ્રમુખ પણ અજાણ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલતો રાત્રો રાત્ર રોડ નું ખોદકામ કરવામાં આવતા વેપારીઓ તથા બજાર વિસ્તાર ના રહિશો માં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ રોડ ના રોડ ના કામ ને લઇને બીજેપી વોડ નંબર-૪ના વોટશોપ ગુપ માં વેપારી રહીશો નગરસેવક સાથે ચર્ચાઓ થઇ હોવાનુ જોર પણ પકડયું હતું તો બીજી બાજુ ઉત્તરાય નો તહેવાર આવી રહ્યો છે ત્યારે રોડ ઝડપથી થશે કે કેમ જેને લઈને હાલતો વેપારીઓને ચિન્તા જોવા મળી રહીછે

તો નગરપાલિકા ના બાંધકામ સમિતિ ના ચેરમેન અરવિંદભાઇ પરમાર પાલિકા ની ભુલ થઇ હોવાનું અને વેપારીઓ તથા રહીશો ને જાણ કર્યા વગર કામ ચાલું કર્યું તે માટે રહીશો તથા વેપારી ઓની શ્રમા પણ માંગી હતી તો વેપારીઓ સાથે કરેલ ઉધ્ધત વર્તન અને ગાળો બોલવાનું વોર્ડ નંબર-૪ ના  કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન તથા સીઓ ને પુછતા આ બાબતે બાંધી મુઠ્ઠી રાખી  અજાયા હોવાનું કહ્યુ હતું અને અમે આ વિષે જાણતા નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા ઉત્તરાય ના તહેવાર પહેલા રોડ નું કામ પુરૂ થશે કે કેમ એતો હવે જોવું રહ્યું  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.