Western Times News

Gujarati News

રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અપાયા હતા.

શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત 

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ-5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવ્યા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવીસમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવ્યું હતું.

સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલશ્રીના હસ્તે રૂ. 51 હજારનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરાયા. રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.