Western Times News

Gujarati News

ભારતની શ્રેષ્ઠ ગણાતી IITના આ વર્ષે 8000 વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત

એક સમયે આઈઆઈટીમાં અભ્યાસ દરમિયાન જ પ્લેસમેન્ટ નક્કી થઈ જતુ હતું ઃ ર૦ર૪માં ર૧પ૦૦ આઈઆઈટીયનોમાંથી માત્ર ૧૩,૪૧૦ જ જોબ મેળવી શક્યા

નવી દિલ્હી, દેશમાં બેરોજગારીનો પ્રશ્ર પ્રતિદિન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ તો છોડો, આઈઆઈટી (ઈન્ડિયન ઈÂન્સ્ટટયુટ ઓફ ટેકનોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતકોને પણ નોકરી નથી મળતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્લેસમેન્ટ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે.

તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે દેશની ર૩ આઈઆઈટીમાં ર૦ર૪ના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા કુલ ર૧,પ૦૦ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં નામ નોંધાવ્યું હતું પણ એમાંથી માત્ર ૧૩,૪૧૦ વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શક્યા છે. ૮,૦૯૦ વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. બેરોજગારીની ટકાવારી થઈ ૩૭.૬૩ !

એક સમય એવો હતો કે આઈઆઈટીમાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીને ફટ કરતાં તગડા પગારની નોકરી મળી જતી, પણ હવે દૃશ્ય બદલાયું છે તાજેતરમાં આવેલા આંકડા પરથી સાબિત થાય છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ હવે બેરોજગારીનો લૂણો લાગવા લાગ્યો છે. આ વર્ષના આઈઆઈટી સ્નાતકોમાં કેમ્પસ પ્લેસમેન્ટ બાદ બેરોજગારીનો દર અગાઉ ક્યારેય નહોતો એટલો ઉંચો છે.

વર્ષ ર૦ર૩ અને ર૦રરમાં સ્થિતિ ર૦ર૪ જેટલી ખરાબ નહોતી. ર૦ર૩માં ર૦,૦૦૦ આઈઆઈટી સ્નાતકોએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી ૧પ,૮૩૦ને નોકરી મળી ગઈ હતી. એમને સરેરાશ વાર્ષિક ૧૭.૧ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ગત વર્ષે ૪,૧૭૦ વિદ્યાર્થીઓ કેમ્પસ ભરતી દ્વારા નોકરી નહોતા મેળવી શક્યા. ર૦રરમાં નોકરી માટે રજિસ્ટર્ડ થયેલા ૧૭,૯૦૦ વિદ્યાર્થીઓમાંથી ૩,૦૦૦ કરતાં વધુને નોકરી નહોતી મળી. આ આંકડો આ વર્ષે વધીને ૮,૦૯૦ થઈ ગયો છે.

કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ભરતી કરતી કંપનીઓની સંખ્યામાં પણ આ વર્ષે વધારો થયો છે. ગયા વર્ષે ભાગ લેનાર ૩ર૪ કંપનીઓ સામે આ વર્ષે ૩૬૪ સંસ્થાઓએ ભાગ લીધો હતો, જે ૧ર ટકાનો વધારો દર્શાવે છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણાં સ્નાતકોએ નોકરીના બદલે વૈકÂલ્પક તકો સ્વીકારી છે. કેટલાક વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પર પસંદગી ઉતારી છે, તો કેટલાકે સ્વ-રોજગાર/ ધંધાર્થી બનવાનું પસીંદ કર્યું છે.

મુંબઈ સ્થિત આઈઆઈટી બોમ્બેની વાત કરીએ તો નોકરી માટે ર,૪૧૪ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ ૭પ ટકા એટલે કે ૧,૪૭પ વિદ્યાર્થીઓ નોકીર મેળવવામાં સફળ રહ્યા હતા અને ૯૩૯ બેરોજગાર રહ્યા હતા. નોકરી મેળવનારાને સરેરાશ સીટીસી (કોસ્ટ ટુ કંપની) ર૩.પ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. જે ગયા વર્ષના સરેરાશ વાર્ષિક ર૧.૮ર લાખ રૂપિયા કરતાં ૭.૭ ટકાનો વધારો દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.