રૂપિયા માફ કરવાનાં બદલે વ્યાજખોરે SVP હોસ્પિટલના કર્મચારી પાસે અનૈતિક સંબંધોની માંગણી કરતાં ફરીયાદ
અમદાવાદ: જરૂરીયાતવાળા નાગરીકોને ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેમની મિલકતો તથા વાહનો પડાવી લેવાની વૃત્તિ ધરાવતાં વ્યાજખોરો કારણે માનસિક દબાણમાં આવીને કેટલાંય નાગરીકોએ આપઘાત કરવાની ઘટનાઓ વારવાર બહાર આવી રહી છે કેટલીક વખત હવસખોર વ્યાજમાં લાલચૂઓ સ્ત્રીઓ ઉપર પણ નજર બગાડતા હોવાનુ સાથે આવે છે. પોલીસની કાર્યવાહી છતાં કેટલાય વ્યાજખોરો હાલ પણ શહેરમાં સક્રીય છ. જે નાગરીકો સાથે ગેરવર્તન કરી રહ્યા છે આ પરીસ્તિતિમાં એસવીપી હોસ્પિટલમાં કર્મચારીની મજબુરીનો લાભ લેવાનો પ્રયત્ન કરતા હિમતવાન મહીલાએ પોલીસ ફરીયાદ કરી છે જ્યારે બાપુનગરમા પણ એક મહીલા તથા તેનાં દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેમણે ફરીયાદ કરી છે.
શહેરની પ્રતિષ્ઠીત એવી એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતી એક ૪૦ વર્ષીય મહીલા અને તેના પતિએ દિકરીને સગાઈ કરવા માટે કેટલાક સમય અગાઉ સારગપુરની ઘટાકર્ણ માર્કેટમાં ફાઈન્સનો ધંધો કરતાં સતીષભાઈ હર્ષદભાઈ પટેલ પાસેથી રૂપિયા ૫૦ હજાર વ્યાજે લીધા હતા આ રકમમાંથી વ્યાજ કાપી ૩૪૦૦૦ રૂપિયા જ તેમને આપ્યા હતા તેના હપ્તા આ મહીલા અને તેનો પ્રતિ નિયમિત આપતા હતા જા કે આ દરમિયાન મહીલાનાં પતિની તબિયત ખરાબ થતા તે રૂપિયા ચુકવી ન શકાત તેણે સતીષ પાસે સમય માગી હતી.
હવસખોર સતીષે આ બાબતને ફાયદો ઉપાડી રૂપિયા માફ કરવાના બદલામા બિભત્સ માગણી કરતા મહીલા રાજી થઈ નહતી. જેથી એક દિવસ હિસાબ કરવાના બહાને પણ સતીષે એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હોત મહીલાએ મકકમતા બતાવતા સતીષે રૂપિયાની ઉઘરાણી માટે ઘરે છોકરા મોકલી માનસિક રીતે પરેશાન કરવા લાગ્યો હતો અને એક દિવસ ફરીથી ઓફીસે બોલાવી પોતાની વાત મનાવવા પ્રયત્ન કર્યો હતો અને સંબંધો રાખવા ઓફર કરી હતી.
જા કે તેણે અનૈતિક સબંધો બાધવાની ના પાડતા જ સતીષે રોષે ભરાઈને મહીલાને ગાળો બોલી છાતી પર હાથ નાખી દીધો હતો એ વખતે જેમ તેમ છુટીને મહીલિા ઘરે પરત આવ્યા બાદ સતીષ મહિલાના કાર્ય સ્થળે જઈ પરેશાન કરતા છેવટે આ મહીલાએ પૂર્વ મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. બીજી તરફ બાપુનગરમાં રહેતા ગીતાબેન લુહાર મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે
તેમના દીકરા શનીની પત્ની બિમાર રહેતી હોવાથી સારવાર માટે તેમણે પિયુષ નામના શખ્શે પાસેથી ૮૦ હજારની રકમ વ્યાજે લીધી હીત જેના બદલામા ૯૦ હજાર ન ચુકવી આપવા છતા પિયુષ રૂપિયા નવ લાખ પેનલ્ટી પેટે માગતા ગીતાબેન અને તેમનો દિકરો શની ડરી ગયો હતો. અવારનવાર પિયુષ નામના વ્યાજખોર રૂપિયાની માગંણી કરી ન આપે તો મારીનાખવાની ધમકીઓ આપતા તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોધાવી છે.