ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ સ્પોર્ટસ કલ્બમાં યોજાશે
ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ ટીમ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૦ સ્થળ, સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ તારીખ ૧૧.૧.૨૦૨૦ અને ૧૨.૧.૨૦૨૦ના રોજ યોજાશે.
ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૧૧.૧.૨૦૨૦ અને ૧૨.૧.૨૦૨૦ના રોજ સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૧૧-૧-૨૦૨૦ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૫૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવશે. વિજેતા ખેલાડીને રોટેટીંગ ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવશે તદ્ઉપરાંત પ્રથમ બાર વિજેતા ખેલાડીઓને રૂ.૧૦,૦૦૦/-ના રોકડ ઈનામો પ્રદાન કરવામાં આવશે. પ્રથમ પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓની એક ટીમ અમદાવાદ, ગુજરાત ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ ભાવેશ પટેલ (મો) ૯૪૨૬૦૬૪૭૦૨.