અત્યાર સુધી દેશમાં ૧૪ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ ફાંસી અપાઇ
નવીદિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં મંગળવારનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ રહ્યો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોની વિરૂધ્ધ જેથ વોરંટ જારી કરી દીધા છે.ત્યારબાદ ૨૨ જાન્યુઆરીએ તે ચારેયને સવારે સાત વાગે ફાંસી આપવામાં આવશે એ યાદ રહે કે ગત ૧૪ ઓગષ્ટ ૨૦૦૪ના રોજ પશ્ચિમ બંગાળના અલીપુર સેન્ટ્રલ જેલમાં ધનંજય ચેટર્જીને તેના ૪૨માં જન્મ દિવસે જ ફાંસી આપી દેવામાં આવી હતી તેને એક સગીરની સાથે રેપ અને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
દેશમાં ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ૨૬/૧૧ મુંબઇ હુમલાના એકમાત્ર જીવતા પકડાયેલ આતંકીને ફાંસી આપવામાં આવી હતી તેને પુણેની યરવદા જેલમાં ફાસી અપાઇ હતી. ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ સંસદ હુમલાના દોષી મોહમ્મદ અફઝલ ગુરૂને ફાંસી અપાઇ હતી તેને તિહાડ જેલની અંદર જ ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ૩૦ જુલાઇ ૨૦૧૫ના રોજ ૧૯૯૩ મુંબઇમાં થયેલ શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટના દોષી યાકુમ મેનનને ફાંસી આપવમાં આવી હતી તેને મહારાષ્ટ્રના નાગપુર જેલમાં ફાંસીના માચડે ચઢાવવામાં આવ્યો હતો.