Western Times News

Gujarati News

ભારતીયોને ઇરાક નહીં જવા વિદેશ મંત્રાલયની સલાહ

નવીદિલ્હી, છેલ્લા કેટલાક દિવસોથી યુ.એસ. અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધારો થઈ રહ્યો છે. ઇરાને આજે સવારે ૫.૩૦ વાગ્યે ઇરાકના યુએસ એરબેઝ પર એક ડઝન રોકેટ છોડ્‌યા હતા. જે બાદ વિસ્તારમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઇરાક ન જવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘ઇરાકની હાલની પરિસ્થિતિ જોતાં ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળનું જાહેરનામું બહાર નાં આવે ત્યાં સુધી ઇરાકની તમામ બિન-જરૂરી મુસાફરીને રદ કરે. ઇરાકમાં રહેતા ભારતીય નાગરિકોને જાગૃત રહેવાની અને ઇરાકની અંદર પણ પ્રવાસ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ‘મંત્રાલયે વધુમાં કહ્યું કે બગદાદ ખાતે ભારતીય દૂતાવાસ અને ઇરબિલ કોન્સ્યુલેટ ઇરાકમાં રહેતા ભારતીયોને તમામ સેવાઓ પૂરી પાડવા માટે સામાન્ય રીતે કામગીરી ચાલુ રાખશે. આ સિવાય સરકારી સૂત્રો કહે છે કે ભારતે ચાલી રહેલી તણાવને કારણે તેની તમામ એરલાઇન્સને ઈરાન, ઇરાક અને ગલ્ફ ક્ષેત્ર ઉપર ઉડાન ન ભરવા માટે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.