Western Times News

Gujarati News

બિનઅનામત નિગમની માત્ર ૪૦ દિવસમાં ૧૦૯૦૯ લાભાર્થીઓને લોન સહાયતા

અમદાવાદ: ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની બોર્ડ બેઠક ચેરમેન બીએચ ઘોડાસરાના વડપણ હેઠળ મળી હતી. આ બેઠકમાં આયોગના ચેરમેન હંસરાજ ગજેરા, નિગમના વાઈસ ચેરમેન વીમલ ઉપાધ્યાય, ડિરેક્ટર કરણસિંહ ચાવડા, હિમાંશુ ખમાર, ડાp. જગદીશ ભાવસાર, રૂપિન પરચીગર સહિત અધિકારીઓ અને નિગમના એમડી ઉપસ્થિત  રહ્યા હતા.

નિગમની બોર્ડ બેઠકની માહિતી આપતા ડિરેક્ટર ડાp. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રઈ નીતિન પટેલ તેમજ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઈશ્વરસિંહ નિગમના ચેરમેન વાઈસ ચેરમેન એમડી ડાયરેક્ટર અને કર્મચારીઓ તેમજ જિલ્લામાં પથરાયેલી કચેરીઓના પરિશ્રમ થકી, હકારાત્મક અભિગમ થકી ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષમાં ચાર જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં જુદી જુદી આઠ યોજનાઓના કુલ ૨૬૬૭૯ જેટલા લાભાર્થીઓને ૧૭૧ કરોડ, ૯૪ લાખ, ૫૧ હજારની સહાય તેમજ લોન આપવામાં આવી છે. નિગમ તરફથી અપાતી સહાય પરત કરવાની હોતી નથી. લોન સ્વરૂપે મળેલ ધિરાણ નિર્ધારિત શરતોને આધારે પરત કરવાનું હોય છે.

ગુજરાતમાં નિગમ આયોગ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહિતના સ્વાવલંબન બનાવવા શિક્ષણની જ્યોતને પ્રસરાવવોના કાર્યક્રમોએ યુવાનોમાં ચેતનાનો સંચાર કર્યો છે. ગુજરાતની પ્રગતિ આગળ ધપાવી છે. પરમારના માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગિરી કરાઈ રહી છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિદી માટે લોન અને સહાય અપાઈ રહી છે. નિગમની નવેમ્બર માસથી ચાર જાન્યુઆરી સુધી થયેલી કામગીરી સંદર્ભમાં ડાp. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, જુદી જુદી ૭ યોજનાઓમાં આ ગાળા દરમિયાન ૧૦૯૦૯ લાભાર્થીઓને ૩૪ કરોડ, ૧૨ લાખ અને ૯૧ હજારની સહાય લોન આપવામાં આવી હતી. નિગમની નવેમ્બર માસથી ચાર જાન્યુઆરી સુધી થયેલી કામગીરી સંદર્ભમાં જગદીશ ભાવસારે વિગતવાર માહિતી આપી હતી. આંકડા પણ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.