નિર્ભયા કેસમાં વિનય કુમાર શર્માએ ક્યુરેટિવ પિટીશન દાખલ કરી
નવીદિલ્હી, નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપવાની તારીખ નક્કી થતાં એક બાજુ તેમને ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે બીજી બાજુ દોષિતો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે, તેમની ફાંસીની સજા શક્ય હોય એટલી ડિલે કરવામાં આવે. આ જ ક્રમમાં દોષિતો દ્વારા ક્યુરેટિવ પિટીશનનો વધુ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. નિર્ભયાના એક દોષી વિનય કુમારે આજે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે. ક્યુરેટિવી પિટીશનના વકીલ એપી સિંહે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં ૫ સીનિયર મોસ્ટ જજ આ વિશે સુનાવણી કરશે.
ક્યુરેટિવ પિટીશન વિશે વકીલ એપી સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ૫ સીનિયર મોસ્ટ જજ સુનાવણી કરશે. આ કેસ મામલે શરૂઆતથી જ મીડિયા, જનતા અને રાજકીય પ્રેશર કરવામાં આવી રહ્યું છે. આ કેસની નિષ્પક્ષતાથી તપાસ કરવામાં નથી આવી. પટિયાલા હાઉસ કોર્ટે ગયા મંગળવારના રોજ ચારેય દોષિતો માટે ફાંસીની તારીખ ૨૨મી જાન્યુઆરીની સવાર ૭ વાગ્યા નક્કી કર્યા બાદ ડેથ વોરંટ રજૂ કરી દીધું હતું.
જો કે કોર્ટના ચુકાદા બાદ દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં આના વિરૂદ્ધ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે. ડેથ વોરંટ રજૂ કરતા પટિયાલા હાઉસ કોર્ટે આ ચુકાદાને પડકારવા માટે ચારેયને ૭ દિવસનો સમય આપ્યો હતો.ક્યૂરેટિવ પિટિશન પર વકીલ એપી સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ૫ સિનિયર મોસ્ટ જજ સુનવણી કરશે. ક્યૂરેટિવ પિટિશન દાખલ કર્યા બાદ જો સુપ્રીમ કોર્ટ આ પિટિશન પર સુનવણી કરે છે અને ૧૪ દિવસની અંદર તેની પર નિર્ણય લેવાતો નથી તો ફાંસીની તારીખ આગળ વધી શકે છે.ક્યૂરેટિવ પિટિશન સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે પણ આ દોષિતોની દયા અરજી પેન્ડિંગ છે.
જો રાષ્ટ્રપતિ આ દોષિતોની દયા અરજી પર ૧૪ દિવસમાં નિર્ણય આવતો નથી તો પણ ફાંસીની તારીખ આગળ જઇ શકે છે. મર્સી પિટિશન એટલે કે દયા અરજીનો ઉપયોગ તેમાંથી એકને છોડીને બાકીના ત્રણેયે હજુ સુધી કર્યો જ નથી. ક્યૂરેટિવ પિટિશન એટલે કે પુનર્વિચાર અરજીથી થોડીક અલગ હોય છે. તેમાં ચુકાદાની જગ્યાએ આખા કેસમાં એ મુદ્દાઓ કે વિષયોને ચિન્હિત કરાય છે જેમાં તેમને લાગે છે કે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.