Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે સૌર ઊર્જા  માર્ગદર્શન બેઠક યોજાઇ

આયોજન દુનિયામાં ઊર્જાના જે સ્ત્રોતો છે એમાંના કોલસો અને ઓઇલ એ હવે અમુક વર્ષો જ ચાલે એમ છે ત્યારે સૌર ઊર્જા એ એક એવો વિકલ્પ છે જેનો કોઈ પર્યાય નથી પણ સૌર ઊર્જા થકી વીજળી ઉતપન્ન કરી આપણે વીજળીનો પર્યાય ચોકસ બનાવી શકીએ છીએ.વિદ્યુત બોર્ડ દ્વારા મહીસાગર મુખ્ય મથક લુણાવાડા ખાતે સૌર ઊર્જા માટે એક માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં  સૌર ઊર્જા એ ઊર્જા સ્તોત્ર ની ગરજ સારી શકે છે આ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા જેમાં રાજય સરકાર  તરફથી કેટલી સહાય આપવામાં આવે છે કેવી રીતે આપને પોતાના ઘરની છત પર આ યુનિટ લગાવી ઘરના વીજળી બિલ થી પણ બચી શકાય તેમજ સાથે સાથે વીજળી ઉત્પન્ન કરી આર્થિક ઊપજ પણ મેળવી શકીએ છીએ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સૌર ઊર્જાથી વીજળી ઉતપન્ન કરવા તેમજ આગામી વર્ષો માં વીજળી નાં બિલમાંથી  કેવી રીતે છુટકારો મેળવવો એ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સંદર્ભે લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક, અગ્રણીશ્રી મુળજીભાઈ રાણા તથા એમજીવીસીલ ગોધરા વર્તુળના ઇજનેરશ્રી આર.ડી. ચંદેર તેમજ લુણાવાડા એમજીવીસીલના ઇજનેર રાકેશ શાહ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.