વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ભારતમાં બની રહ્યો છે
શ્રીનગર, ફ્રાન્સના પાટનગર પેરિસમાં આવેલા જગપ્રસિદ્ધ એફિલ ટાવર કરતાંય ઊંચો એક પુલ ભારતીય રેલવે જમ્મુ કશ્મીરમાં બાંધી રહી હતી. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પુલ એક નવું પ્રકરણ લખશે. પેરિસના એફિલ ટાવર કરતાં પણ આ પુલ 115 ફૂટ ઊંચો હશે. કોંકણ રેલવેના નિષ્ણાતો આ પુલ તૈયાર કરી રહ્યા છે. જમ્મુ કશ્મીરની ચિનાબ નદી પર આ પુલ બની રહ્યો છે. 2021 સુધીમાં આ પુલ પૂરો કરવાની કોંકણ રેલવેની ચોજના છે.
ઊધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે યોજના અંતર્ગત આ પુલ બની રહ્યો છે. 1178 ફૂટ ઊંચો આ પુલ લંબાઇમાં 1.3 કિલોમીટર લાંબો છે. પેરિસનો એફિલ ટાવર 1063 ફૂટ ઊંચો છે.આ પુલમાં કુલ 17 થાંભલા લગાડાઇ રહ્યા છે. સૌથી ઊંચો થાંભલો આશરે 439 ફૂટ ઊંચો છે. આ પુલ બનાવવા પાછળ કુલ 21 હજાર મેટ્રિક ટન પોલાદ વપરાઇ રહ્યું છે. ઊધમપુરથી બારામુલા વચ્ચે 326 કિલોમીટરનું અંતર છે. આ પુલ કલાકના 266 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સામે ટક્કર ઝીલી શકે એટલો મજબૂત હશે એવો દાવો અત્યારે કરાઇ રહ્યો છે.