Western Times News

Gujarati News

કેરળ: કોચ્ચિના મરદુમાં 18 માળની બે ગેરકાયદે બિલ્ડીંગ બ્લાસ્ટથી તોડી પાડી

તિરૂવનંતપુરમ્ , સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આજે કેરળમાં કોચ્ચિના મરદુ નગરપાલિકામાં બનેલી ચાર ગેરકાયદે ઈમારતને ધરાશાયી કરવાના આદેશને લાગુ કરવામાં આવ્યો હતો. જેમાંથી આજે આલ્ફા સરેન અને હોલી ફેથ બિલ્ડીંગને ધરાશાયી કરવામાં આવી હતી. બંને બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામા આવ્યું હતું જેથી સુપ્રિમકોર્ટે તેને ધરાશાયી કરવાનો આદેશ આપ્યો હતો. 18 માળની હોલી ફ્લેથ બિલ્ડીંગમાં 90 ફલેટ હતા. જ્યારે આલ્ફા સેરેનમાં 73 ફલેટ હતા. જેમા કુલ 240 જેટલા પરિવાર રહેતા હતા.

પહેલા ગેરકાયદે હોલી ફેથ એચ 20ને સવારે 11.18 વાગ્યે ધરાશાયી કરવામાં આવી હતી. બાદમાં થોડી મીનિટો બાદ અલ્ફા સેરેને બિલ્ડિંગના ટાવરોને ધરાશાયી કરવામાં આવ્યા હતા. બંને બિલ્ડીંગો પાડવામાં આવી તેમા 800 કિલો વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તે બ્લાસ્ટ કરતી વખતે આસપાસના વિસ્તારમા ધારા 144 લાગૂ કરવામાં આવી હતી. આવતી કાલે મરદૂમાં જૈન અને ગોલ્ડન ફ્લીટ બિલ્ડીંગને પણ પાડવામાં આવશે. કારણકે આ બંને બિલ્ડીંગનું બાંધકામ પણ ગેરકાદેસર રીતે કરવામાં આવ્યું છે. બિલ્ડીંગની આસપાસના સ્થાનિકોને તે સમયે બારી બારણા બંધ રાખવા કહેવામાં આવ્યું હતું. સાથે જ તેમને ઘરની લાઈટ પણ બંધ રાખવા કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ગેરકાયદેસર બાંધકામ મામલે જે પણ કાર્યવાહી કરવામાં આવી. તેને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.