Western Times News

Gujarati News

આદેશ મળશે તો PoK પર કાર્યવાહી કરીશું : આર્મી ચીફ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન રઘવાયું થયું છે. આ દરમિયાન સેના પ્રમખ મનોજ નરવણેએ કહ્યું છે કે પીઓકે ભારતનો ભાગ બની શકે છે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે આ મુદ્દે નિર્ણય સરકાને લેવાનો છે. પાકિસ્તાન અને ચીનના પડકારના સવાલ પર આર્મી ચીફે કહ્યું હતું કે આપણી સેના કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. એલઓસી પર ઘુસણખોરીના પ્રયત્નો પર બોલતો આર્મી ચીફે કહ્યું હતું કે ઇન્ટેલિજેન્સ ઇનપુટ અને સેનાની તત્પરતા દ્વારા અમે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓને પાછળ ખદેડવા સફળ થઈ રહ્યા છીએ. થલ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ સીડીએસને ત્રણેય સેન્ય બળોના એકીકરણની દિશામાં ઘણું મોટું પગલું બતાવતા કહ્યું છે કે સેના તેની સફળતા સુનિશ્ચિત કરશે. તેમણે ભાર આપીને કહ્યું હતું કે સંવિધાન પ્રત્યે નિષ્ઠા દરેક સમયે અમારું માર્ગદર્શન કરશે. સંવિધાનમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના અમારું માર્ગદર્શન કરતી રહશે.

જનરલ નરવણેએ કહ્યું કે અમારું પ્રશિક્ષણનું ફોક્સ ભવિષ્યનાં યુદ્ધો માટે સેનાને તૈયાર કરવાનું રહેશે. જે નેટવર્ક કેન્દ્રીત અને જટિલ હશે. ચીનથી આવી રહેલા પડકારો વિશે બોલતા તેમણે કહ્યું હતું કે અમે ઉત્તરી સરહદ પર ઉભરી રહેલા પડકારોથી નિપટવા માટે તૈયાર છીએ. ઉત્તરી સરહદ પર આધુનિક હથિયારો દ્વારા નજર રાખી રહ્યા છીએ. સંસદમાં પીઓકેને ભારતનો ભાગ બતાવનાર ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર તેમણે કહ્યું હતું કે સંસદીય પ્રતિજ્ઞા પ્રમાણે જમ્મુ કાશ્મીર અખંડ ભારતનો ભાગ છે. જો સંસદ ઇચ્છે કે પીઓકે આપણા ક્ષેત્રનો ભાગ છે તો અમે તે માટે તૈયાર છીએ. સરકાર અમને આદેશ આપે તો અમે યોગ્ય કાર્યવાહી માટે દરેક સમયે તૈયાર છીએ. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી ત્યાંની સ્થિતિ વિશે પુછેલા સવાલ પર આર્મી ચીફે કહ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ ઘણી સારી છે. સેનાએ કાશ્મીરની સ્થિતિ બગાડવાથી બચાવવા માટે સારું કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.