અમદાવાદના ઈતિહાસનો સૌથી મોંઘો સોદો; રિવરફ્રન્ટ પર પ્રતિ ચોરસ મીટર દીઠ 3.52 લાખના ભાવ સાથે બિડ થઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પેશિયલ પર્પઝ વેહિકલ (SPV) કંપની સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા નદીના પશ્ચિમ કાંઠે વલ્લભસદન પાછળ અને મેટ્રો બ્રિજના નજીક લૅન્ડ પાર્સલમાં મિક્સ યુઝ્ડ કોમર્શિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની ફાઈનાન્સિયલ બિડ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ લિમિટેડ ના સૂત્રો એ જણાવ્યા મુજબ આ કોમર્શિયલ ડેવલપમેન્ટ અમદાવાદના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવાની સાથે શહેરના સર્વાંગી વિકાસમાટે તૈયાર કરવામાં આવશે. કૂલ 4,420 ચોરસ મીટરના આ વિસ્તારમાં અપસ્કેલ ઓફિસ અને કો-વર્કિંગ સ્પેસ સાથે રેસ્ટોરાં, રિટેલ સ્ટોર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ, ATM, તથા અન્ય કોમર્શિયલ સુવિધાઓ હશે.
આ આઈકોનિક કોમર્શિયલ ડબ બિઝનેસ ગ્રોથને તો પ્રમોટ કરશે જ સાથે પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી, એનર્જિ એફિશિયન્ટ એનવાયરમેન્ટ પણ આપશે, જેના થકી સેન્ટ્રલ અમદાવાદ તથા આસપાસના વિસ્તારો ધબકતા બનશે.આ બિડમાં ભાગ લેનાર સર્વે પ્લેયર્સમાંથી મુંબઈની ઈ-સિટી રિયલ એસ્ટેટ્સ પ્રાઈવેટ લિમિટેડ હાઇએસ્ટ બીડર (H-1) બન્યું છે જેમની બિડ પ્રમાણે આ જમીનનું ઐતિહાસિક મૂલ્યાંકન રૂપિયા 3,52,941 પ્રતિ ચોરસ મીટર જેટલું આવ્યું છે.
જમીનનું આ મૂલ્યાંકન અમદાવાદના ઈતિહાસમાં કોઈ જમીનનું શક્યત: સૌથી ઉંચું મૂલ્યાંકન બની રહ્યું છે. હવે આગળની પ્રોસેસ પ્રમાણે H-1 બિડરનો એલોટેમેન્ટનો પત્ર જાહેર કરવાની કામગીરી પ્રોજેક્ટ કમિટી તથા SRFDCL બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ ’15-મિનિટ સિટી કન્સેપ્ટ’ને સાર્થક બનાવે છે. અહીંયાથી શહેરના દરેક મહત્વપૂર્ણ સ્થળ સુધી પહોંચવું માત્ર 15 મિનિટની જર્ની થકી શક્ય છે.
રિવરફ્રન્ટ પર દરેક પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ છે. અહીંયાથી BRTS, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન માટેનું પ્રોપોડ સ્ટેશન, કાલુપુર રેલ્વે સ્ટેશન, અને એરપોર્ટ બધું જ 15 મિનિટ રિવરફ્રન્ટ સાથે કનેક્ટેડ છે.સાબરમતિ રિવરફ્રન્ટ પરના આ ડેવલોપમેન્ટ ગેમ ચેન્જર સાબિત થશે તથા ભવિષ્યમાં આવા ડેવલોપમેન્ટ ટેન્ડરની પ્રક્રિયામાં આ કનેક્ટિવિટી તથા ’15-મિનિટસિટી કન્સેપ્ટ’ની સાર્થકતા ખૂબ જ મહત્વનો ફાળો આપવાના છે એ સુનિશ્ચિત છે.