અરવિંદ લીમીટેડને ૧૦% લેખે એક વર્ષનું વ્યાજ ચુકવવા રેરાનો આદેશ
કબજો આપવામાં મોડું થતાં ખરીદદારોએ ગુજરેરામાં ફરિયાદ કરી હતી-કોવિડના કારણે પઝેશનમાં મોડું થયાની કંપનીની દલીલ રેરાએ અમાન્ય રાખી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ગુજરેરાને અરવીદ લીમીટેડને ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના કરોલી ગામમાં ફોરેસ્ટે નામની તેની વિશાળ સ્કીમમાં વિલા ખરીદનારર ત્રણ ખરીદદારોને વ્યાજ ચુકવવાનો આદેશ આપ્યો છે. રેરાએ કરારમાં આપેલા વચન મુજબ વીલાનો કબજો આપવામાં વિલંબ માટે એક વર્ષનું ૧૦% લેખે વ્યાજ ચુકવવાનો આદેશ આપ્યો હતો.
કેસની વિગત મુજબ, આદીત્ય પટેલ અને તેના પિતાએ સ્કીમમાં વિલા ખરીધા હતા. દસ્તાવેજ મુજબ કંપનીએ ૩૧ ડિસેમ્બર ર૦રરના રોજ અથવા તે પહેલાં વીલાનું પઝેશન આપવાનું હતુું. પરંતુ તેમને કબજો ન મળતાં તેઓએ ગુજરેરા સમક્ષ ત્રણ અલગ અલગ કેસ દાખલ કર્યા હતા. રેરાના સભ્ય એમ.ડી. મીડીયાએ કરેલા આદેશ મુજબ અરવીંદ લીમીટેડે ખરીદદારોને ૧ જાન્યુઆરી ર૦ર૩થી ૩૧ ડીસેમ્બર ર૦ર૩ના સુધીના સામે માટે ૧૦% વ્યાજ ચુકવવુ પડશે.
આદેશ મુજબ વિલા ખરીદનાર આદીત્ય મહેશચંદ્ર પટેલ અને મહેશચંદ્ર લાલજીભાઈ પટેલને રૂ.૧૩.૬ર લાખ, બાલકૃષ્ણ પટેલ અને શર્મીષ્ઠા પટેલને રૂ.૧૩.૯૪ લાખ અને અમરીશ પટેલને રૂ.૧૧.પ૩ લાખ મળશે. અરવીંદ લીમીટેડ રજુઆત કરી હતી કે પ્રોજેકટ પુર્ણ થવાની તારીખ ૩૦ જુન ર૦રપ છે અને કોવીડ મહામારીને કારણે પ્રોજેકટટ ૬ મહીના માટે લંબાવવામાં આવ્યો છે.
તેઓએ ૩૧ ડીસેમ્બર ર૦ર૩ના રોજ ખરીદદારોને તેમની મીલકતોનો કબજો મેળવવા માટે ઈમેલ કર્યો હતો. પક્ષકારોને સાંભળ્યા પછી રેરાએ અવલોકન કર્યું કે ડેવલપર પ્રોજેકટના વિલંબ માટેના મજબુત કારણો રજુ કરી શકયા નથી. તેથી ડેવલપર્સે ખરીદારોને વ્યાજ ચુકવવા માટે જવાબદાર છે.