ગોધરામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિરૂદ્ધ કલેકટરને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા હિત રક્ષા સમિતિ દ્વારા શહેરનાં સર્કિટ હાઉસ ખાતે સભાનું આયોજન કરવામા આવ્યું હતું. હિન્દુ સંગઠનો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરામાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવે છે.હિંસા અને હત્યાઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.હિન્દુ બહેન,દીકરીઓ,માતાઓ ઉપર અત્યાચાર ની ઘટનાઓ પણ સામે આવી રહી છે.જેઓની ઈજ્જત આબરૂ જોખમાઈ રહી છે.ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતર રાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.ત્યારે સરકાર ની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારો ને થતા રોકવામાં આવે.
ત્યારે આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં સંત ચિન્મય કૃષ્ણ દાસજીના નેતૃત્વમાં શાંતિ પૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ ઉપર અત્યાચાર કરી સંત ને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે.જે કૃત્ય પણ અમાનવીય છે.ત્યારે અમારી માંગણીઓ છે કે પૂજનીય સંત ચિન્મય કૃષ્ણ દાસજી ને તાત્કાલિક મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો ને તાત્કાલિક બંધ કરાવવા.પીડિતો ને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી.