Western Times News

Gujarati News

નડિયાદમાં સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા મૌન બાઈક રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું

(પ્રતિનિધિ) નડિયાદ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલમાં ગુજરાત ભરમાં હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા મૌન બાઈક રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આ પહેલા સંતરામ મંદિરના પટાંગણમાં સભા યોજી હતી.

બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા અમાનુશી અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવવામા આવી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશ સરકાર કોઈ એક્શન ન લેતા સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂક્યો છે.

આ સંદર્ભે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આજે બુધવારે સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા મૌન બાઈક રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. આ પહેલા સંતરામ મંદિરના પટાંગણમાં સભા યોજી હતી?. સભા યોજાયા બાદ બાઈક રેલી સ્વરૂપે ડભાણ રોડ પર આવેલા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયુ છે કે, બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની અને અન્ય સંતની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી સમાન છે.

વધુમાં જણાવ્યું છે કે,? બાંગ્લાદેશમા હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહયા છે.

આ પરિસ્થિતિ ખુબજ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોને સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરૂધ્ધમાં ઈસ્કોન મંદિરના પૂજય સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતાં હિંદુઓ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે.

જે કૃત્ય પણ અમાનવીય છે. આ તમામ ઘટનાને વખોડીએ છીએ અને માગણી કરીએ છીએ કે, સંતને મુક્ત કરવામાં આવે તેમજ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવમા આવે, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને હિંદું ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માંગણી છે. આ પ્રસંગે નિર્ગુણદાસ મહારાજ, વિજયદાસ મહારાજ,હિન્દુ જનજાગરણ સમિતિ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, નડિયાદ શહેર બજરંગ દળ પ્રમુખ વિશાલભાઈ મીસ્ત્રી, ધવલભાઈ બારોટ, ધર્મેન્દ્ર પ્રજાપતિ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.