Western Times News

Gujarati News

કૈલાસ-માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવા ભારત-ચીન નક્કર પગલાં ભરશે

બેઇજિંગ, ભારત-ચીને લદ્દાખ સરહદ વિવાદ ઉકેલ્યા પછી સંબંધો સુધારવાની દિશામાં વધુ એક પગલું ભરવા તત્પરતા દર્શાવી છે. આ દિશામાં એક મોટું પગલું ભરીને બંને દેશોએ કૈલાશ-માનસરોવર યાત્રાને ફરીથી શરૂ કરવા માટે નક્કર પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.

કૈલાશ-માનસરોવર યાત્રા ૨૦૨૦થી કોવિડ-૧૯ મહામારી અને જરુરી વ્યવસ્થાઓને લઈને ચીન તરફથી ઉચિત સહયોગ નહીં મળવાને લઈને સ્થગિત કરવામાં આવી હતી. જોકે, કેન્દ્ર સરકાર સતત ચીનના અધિકારીઓ સાથે કૈલાશ-માનસરોવર યાત્રા ફરીથી શરુ કરવા માટે કૂટનીતિક વાતચીત કરી રહી હતી.

આ દરમિયાન, ૨૩મી ભારત-ચીન વિશેષ પ્રતિનિધિ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સરહદ વિવાદ ઉકેલવા અને સરહદ પર શાંતિ જાળવી રાખવા પર સહમતી વ્યક્ત કરી છે. આ બેઠક પાંચ વર્ષ પછી યોજાઈ છે. બંને દેશોએ છ પોઈન્ટ પર સહમતી વ્યક્ત કરી, જેમાં સરહદ વિવાદના ઉકેલને પ્રાથમિકતા આપવી મુખ્ય બાબત હતી.

ડોભાલ અને વાંગ યીએ સરહદ વ્યવસ્થાપનની સાથે-સાથે નાથૂલા સરહદ વ્યાપાર અને સરહદ પાર નદી સહયોગ વધારવા પર પણ સહમતી વ્યક્ત કરી છે. તેમણે કૈલાશ-માનસરોવર યાત્રા ફરીથી શરુ કરવા જરુરી પ્રક્રિયાઓ ઝડપી કરવાનો નિર્ણય લીધો છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ અજિત ડોભાલ સાથેની બેઠકને રચનાત્મક ગણાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.