Western Times News

Gujarati News

પાકિસ્તાનની પરમાણુ ચોરી સંબંધિત નેટવર્ક સપાટી પર

ઝડપાયેલ પાકિસ્તાની કેનેડા, હોંગકોંગ, બ્રિટનમાં રહે છે
વોશિંગ્ટન,  એક્યુ ખાનની પરમાણુ હથિયારો સાથે સંબંધિત હરકતોથી સમગ્ર દુનિયા વાકેફ છે. ખાને કેનેડા પાસેથી પરમાણુ ટેકનિક ચોરી કરીને પાકિસ્તાનમાં ન્યુક્લિયર પ્રોગ્રામો ચલાવ્યા હતા. સાથે સાથે આ ટેકનોલોજી ઇરાન, લિબિયા, ઉત્તર કોરિયા જેવા દેશોને વેચી મારી હતી. પાકિસ્તાનમાં પરમાણુ ચોરી હજુ પણ જારી રહી છે.

અમેરિકાએ સ્મગલીંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન પાસે વિજ્ઞાન અને ટેકનોલોજીની અછત દેખાઈ રહી છે છતાં પણ ચોરી અને વિશ્વાસઘાત સાથે પરમાણુ હથિયારો અને બેલાસ્ટિક મિસાઇલો હાંસલ કરી લીધી છે. હવે પાકિસ્તાને અમેરિકાની ટેકનોલોજીને ચોરી કરતા પકડી પાડવામાં આવ્યું છે. રાવલપિંડી સ્થિત ફ્રન્ટ કંપની બિઝનેસ વર્લ્ડ સાથે જાડાયેલા પાંચ પાકિસ્તાનીઓ ઉપર અમેરિકામાં આક્ષેપ મુકવામાં આવ્યો છે કે, તેઓએ પાકિસ્તાનના ન્યુક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકી ટેકનિકની સ્મગલિંગ કરી છે. આ પાકિસ્તાની કેનેડા, હોંગકોંગ અને બ્રિટનમાં રહે છે.

અમેરિકાના જસ્ટિસ વિભાગે કહ્યું છે કે, આ પોતાની ફ્રન્ટ કંપનીઓ માટે દુનિયાભરથી ખરીદી કરવાના નેટવર્ક ચલાવે છે. પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન માટે અમેરિકામાં બનેલી પેદાશોની ખરીદી કરે છે. અમેરિકાથી ચીજવસ્તુઓની નિકાસ કોઇપણ સ્પોટ લાયસન્સ વગર કરે છે. એવી બાબત પણ સપાટી ઉપર આવી છે કે, પાકિસ્તાનના આ સ્મગલિંગ નેટવર્કના ખુલાસાથી ભારતની ચિંતામાં વધારો થયો છે. આ પાંચ લોકોના સંબંધ ક્યાં ક્યાં છે તે મામલામાં તપાસ ચાલી રહી છે. ૧૬ વર્ષ બાદ પાકિસ્તાન ફરી એકવાર પરમાણુ મામલામાં પકડાયું છે. પાકિસ્તાનની પરમાણુ ચોરીના કિસ્સા પહેલા પણ ખુલી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.