Western Times News

Gujarati News

“બાબાસાહેબે કચડાયેલા સમાજને સન્માન અપાવ્યું છે તેને અમિત શાહ જેવા લોકો મિટાવી શકશે નહીં”

ગૃહમંત્રી અમિત શાહને ડિસમિસ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાના એસસી,એસટી, ઓબીસી સમાજ અગ્રણીઓની આગેવાનીમાં ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવનું અપમાન કરવા બદલ ડીસમીસ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશી જંબુસર પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિતશાહે ડોક્ટર આંબેડકરને અપાતું સન્માન ન ગમ્યું હોય અને તેઓ પ્રત્યે તિરસ્કારની ભાવનાથી ધ્રુણાસ્પદ રીતે આંબેડકર એવું પાંચ વખત બોલ્યા અને કહ્યું કે આટલું તો ભગવાન માટે બોલ્યા હોત તો મોક્ષ મળી જાત,આંબેડકરનું નામ લેવું એક ફેશન બની ગઈ છે.

અમારા ભગવાન સમા મહામાનવ માટે જે શબ્દો અમિતશાહે ઉચ્ચાર્યા છે.તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ડોક્ટર બાબા સાહેબે એકલા હાથે બંધારણ ઘડ્‌યું અને કચડાયેલા સમાજને સન્માન અને ગૌરવ અપાવ્યું તેને અમિત શાહ જેવા લોકો મિટાવી શકશે નહીં, અજાત શત્રુ, પથદર્શક અને અમારા ભગવાન સમા માનવી માટે જે નિર્માલ્ય શબ્દો ઉચ્ચાર્યા છે.

તે બદલ દેશની માફી માગવી જોઈએ અને સત્વરે ડિસ્મિસ કરવાની માગણી કરી હતી. આવેદનપત્ર આપવા વલ્લભભાઈ રોહિત,હરીશભાઈ પરમાર, નૈનેશભાઈ જાદવ,નગીનભાઈ રોહિત સહિત જંબુસર પંથકના અગ્રણીઓ યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.