Western Times News

Gujarati News

ભાવનગરમાં શખ્સે બળાત્કાર ગુજાર્યાના કેસમાં ૨૦ વર્ષ સખત કેદની સજા

ભાવનગરમાં વિદ્યાર્થિની પર ધો.૧૦માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું

દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદની સજા

અમદાવાદ,
ભાવનગરમાં પાંચ વર્ષ પૂર્વે વિદ્યાર્થિની ઉપર શખ્સે બળાત્કાર ગુજાર્યાના કેસમાં કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યાે છે.શહેરના
ગોળીબાર હનુમાનજી મંદિરની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૮માં રહેતો અંકીત દીપકભાઈ દોશી નામના શખ્સે સવા પાંચ વર્ષ પૂર્વે ધો.૧૦માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

તા.૧૧-૦૯-૨૦૧૯ના રોજ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અંકિત દોશી નામના શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. દરમિયાન કેસ ભાવનગરના ત્રીજા એડીશિનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો.આરોપી અંકિત દોશી સામે IPC૩૭૬ (ર) (એફ) (એન), ૫૦૬ (ર), પોક્સો એક્ટની લાદવામાં આવી છે. પોક્સો એક્ટની કલમ ૬ અન્વયે ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂ.૫૦ હજારનો રોકડ દંડ ફટકાર્યાે છે. તેમજ પીડિતાને છ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યાે હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.