ભિલોડા તાલુકા કક્ષાનો પોલિયો રસીકરણ કાર્યક્રમ ટાકાટુકા ખાતે યોજાયો
(પ્રતિનિધિ)ભિલોડા, પોલિયો મુક્ત દેશ વ્યાપી ઝુંબેશના ભાગ રૂપે અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં સ્વસ્થ પેઢીના નિર્માણ માટે સમયસર પોલિયોના બે ટીપા બાળકને અવશ્ય આપવામાં આવે તે અત્યંત જરૂરી છે.ભિલોડા તાલુકા કક્ષાનો પોલિયો રસીકરણ કાર્યક્રમ ટાકાટુકા ખાતે યોજાયો હતો.અરવલ્લી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ કટારાના વરદ્ હસ્તે પોલિયો રસીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું.ભિલોડા તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ર્ડા.એ.જે.વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ ધ્વારા સફળ આયોજન કરાયું હતું.૦ થી પ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી સુરક્ષીત કરવા હાકલ કરાઈ હતી.તા.આ.નિરીક્ષક રામજીભાઈ,તા.હે.વી. પુષ્પાબેનએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
કિશનગઢ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ અંબિકાબેન ગામેતીના વરદ્ હસ્તે પોલિયો રસીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું.કિશનગઢ મેડીકલ ઓફીસર ર્ડા.નેહાબેન જાષીયારા,આયુષ મે.ઓ. મેમણના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ ધ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભગીરથ પ્રયત્નો હાથ ધર્યા હતા.૦ થી પ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવાનું શ્રેષ્ઠ આયોજન કરાયું હતું.સપ્તધારા સાધક,સુપરવાઈઝર સંજયભાઈ બારોટએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
પોલિયો રવિવાર,તા.૧૯/૧/ર૦ર૦ ના રોજ બે ટીપા જીંદગીના આપના પ વર્ષ સુધીના વ્હાલસોયા બાળકોને પોલિયોની રસી દરેક વખતે જરૂર પીવડાવીએ તેવો અનુરોધ કર્યો હતો.સામાન્ય શરદી,તાવ,ખાંસી અથવા અન્ય માંદગી હોય તો પણ પોલિયોના બે ટીપા પીવડાવી શકાય છે.આપના બાળકને પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયોથી અપંગ થતુ બચાવો તેમ નિષ્ણાત ર્ડાક્ટરોએ જણાવ્યું હતું.