હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાયઃ મોદી
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય છે. રાજકારણમાં મિશન સાથે ઉતરવું જોઇએ, મહત્ત્વાકાંક્ષા સાથે નહી. રાજકારણમાં સતત સારા લોકો આવતા રહેવા જોઇએ.’ દુનિયામાં વિવિધ દેશ વચ્ચે ચાલતા સંઘર્ષ અંગે તેમણે કહ્યું કે ‘અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું.’ I am also human, there is no God, I too make mistakes: Modi
વડાપ્રધાન મોદીનો આ પહેલો પાડકાસ્ટ ઇન્ટરવ્યૂ છે. આ દરમિયાન તેમને પહેલી અને બીજી ટર્મ વચ્ચે શું ફર્ક છે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લોકો પહેલી ટર્મમાં મને સમજવાનો પ્રયત્ન કરતા હતા. હું પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કરતો હતો.’
I make mistakes but I learn from them, ‘musibat meri university hai,’ says PM Modi in his first podcast interview with Zerodha’s Nikhil Kamath
જો કોઇ યુવાન રાજકારણમાં આવવા માંગે છે તો તેના માટે શું સંદેશ આપવા માંગશો? આ અંગે તેમણે કહ્યું કે, ‘રાજકારણમાં મિશન સાથે આવો.’ બીજી તરફ પીએમ મોદીએ ગુરૂવારે ૧૦ હજાર નાગરિકોના જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યો. તેમણે કહ્યું કે ‘બાયોટેક્નોલોજી સંશોધન ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.’
બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજિત જીનોમિક્સ ડેટા સંમેલનમાં પીએમ મોદીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘મને ખુશી છે કે દેશના ૨૦થી વધુ રિસર્ચ ઇÂન્સ્ટટ્યુશને તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રોજેક્ટનો ડેટા ૧૦ હજાર ભારતીયોના જીનોમ સિક્વન્સિંગ હવે ઇન્ડિયા બાયોલોજિકલ ડેટા સેન્ટરમાં ઉપલબ્ધ છે.’ પીએમ મોદીએ કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે બાયો-ટેક્નોલોજી રિસર્ચના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આઇઆઇટી, વૈજ્ઞાનિક, સીએસઆઇઆર અને બાયો-ટેક્નોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર જેવા ૨૦થી વધુ પ્રસિદ્ધ રિસર્ચ ઇÂન્સ્ટટ્યુશને આ શોધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે દેશે રિસર્ચની દુનિયામાં ખૂબ ઐતિહાસિક પગલું ભર્યું છે.
પાંચ વર્ષ પહેલાં જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. આ દરમિયાન કોવિડના પડકાર છતાં આપણા વિજ્ઞાનીઓએ ખૂબ મહેનતથી પૂરો કર્યો છે. આ ડેટાબેસમાં દુનિયાનો અસાધારણ આનુવંશિક લેન્ડસ્કેપ આવરી લેવામાં આવ્યું છે.’
નિખીલ કામથનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૯૮૬ના રોજ કર્ણાટક, ભારતના શિમોગામાં થયો હતો. કામથનો ઉછેર ઉડુપીના નાના શહેર ઉદયવરામાં થયો હતો. કામથના પિતા, રઘુરામ કામથ, કેનેરા બેંકમાં એક્ઝિક્યુટિવ હતા, જ્યારે તેમની માતા, રેવતી કામથ, એક કુશળ વીણા વાદક હતી. કામથે ૧૦મા ધોરણ પછી શાળા છોડી દીધી હતી અને તેમની પાસે કોઈ ઔપચારિક ડિગ્રી નથી.
કામથે પોતાની કારકિર્દીની શરૂઆત કોલ સેન્ટરમાં નોકરીથી કરી હતી, સાથે સાથે તેમણે ઇક્વિટી ટ્રેડિંગમાં પણ ભાગ લીધો હતો. 2006 માં, કામથે સબ-બ્રોકર બન્યા અને જાહેર બજારોમાં ઉચ્ચ-નેટ-વર્થ વ્યક્તિગત પોર્ટફોલિયોનું સંચાલન કરવા માટે તેમના ભાઈ નીતિન કામથ સાથે કામથ એન્ડ એસોસિએટ્સ નામની બ્રોકરેજ ફર્મ શરૂ કરી.
2010 માં, કામથે તેમના ભાઈ નીતિન કામથ સાથે ઝેરોધાની સહ-સ્થાપના કરી. ઝેરોધા સ્ટોક, કરન્સી અને કોમોડિટીઝમાં વ્યવહાર કરવા માટે બ્રોકરેજ સેવાઓ પૂરી પાડે છે. કામથે ઝેરોધા સાથે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ મોડેલ રજૂ કર્યું જે વ્યવહારો માટે વસૂલવામાં આવતા કમિશનને ઘટાડે છે, જેનાથી લોકો રોકાણ કરી શકે છે.