Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશનમાં ચાકુ લઈને પહોંચ્યો પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની હત્યાનો આરોપી

પત્ની, દીકરી અને ભત્રીજાની હત્યા કરી પોલીસ સામે હત્યારાનું આત્મસમર્પણ

બેંગ્લુરુ,  બેંગ્લુરુમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના ત્રણ સભ્યો પોતાની પત્ની, પુત્રી અને ભત્રીજીની હત્યા કરી દીધી. હત્યારાની ઓળખ ૪૨ વર્ષીય ગંગારાજુ તરીકે થઈ છે. આરોપીએ ઘટનાને અંજામ આપ્યાના તાત્કાલિક બાદ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું. તે ચાકુ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપી હોમગાર્ડ તરીકે કામ કરી રહ્યો હતો. Bengaluru triple murder case

એક રિપોર્ટ અનુસાર આરોપીના ચાકુ લઈને પહોંચવા પર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો. પીન્યા પોલીસ સ્ટેશનમાં ચાકુ લઈને પહોંચ્યો અને પોતાનો ગુનો કબૂલ કરી દીધો. પોલીસના જણાવ્યા અનુસાર જલાહલ્લી ક્રોસની પાસે ચોક્કાસંદ્રાના રહેવાસી આરોપીએ કથિત રીતે પોતાની પત્ની ભાગ્યા (૩૬), પુત્રી નવ્યા (૧૯) અને ભત્રીજી હેમવતી (૨૩) ની હત્યા કરી દીધી.

આ સનસનીખેજ દુર્ઘટના બેંગ્લુરુમાં તેમના ભાડાના ઘરમાં થઈ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આરોપીની ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ ધરપકડ કરવામાં આવી અને આરોપ લગાવવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં તહેનાત ગંગારાજુએ હત્યાઓનો રિપોર્ટ કર્યા બાદ સાંજે ૪ વાગ્યાની આસપાસ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ પર ફોન કર્યો. જ્યારે પોલીસની ટીમ તેના નિવાસ સ્થાને પહોંચી તો તેમને ખૂનથી લથપથ મૃતદેહ પડેલા મળ્યા.

જોકે, ગંગારાજુ ઘટનાસ્થળે નહોતો. તે પહેલા જ આત્મસમર્પણ કરવા માટે પોલીસ સ્ટેશન જઈ ચૂક્યો હતો. તપાસ કર્તાઓનું માનવું છે કે આ ગુનો ઘરકંકાશના કારણે થયો છે. નાયબ પોલીસ કમિશનરે કહ્યું કે ‘ફોરેન્સિક ટીમોએ ઘરેથી પુરાવા એકઠા કર્યાં છે પરંતુ ચોક્કસ કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે.

શરૂઆતના નિષ્કર્ષોથી જાણ થાય છે કે ગંગારાજુને પોતાની પત્ની પર શંકા હતી. જેના કારણે ઘણી વખત વિવાદ થતો હતો. બુધવારે વિવાદ વધી ગયો અને ગુસ્સામાં આવીને તેણે કથિતરીતે ભાગ્ય પર હુમલો કરી દીધો.

પોલીસે કહ્યું કે જ્યારે નવ્યા અને હેમવતીએ તેનો બચાવ કરવા માટે હસ્તક્ષેપ કર્યો તો તે પણ હુમલાનો શિકાર થઈ ગયા. મૂળરીતે નેલમંગલાના રહેવાસી ગંગારાજુ કામ અર્થે બેંગ્લુરુમાં રહેતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.